ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે અહીં આશાપુરા ચોકડી પાસે દારૂ ભરેલી ફોર્ડ ફીએસ્ટા કાર ઝડપી લીધી હતી.પોલીસે કારમાંથી ૧.૦૨ લાખની કિંમતા ૫૧૦ લીટર દેશીદારૂ ના જથ્થા સાથે બે શખસોને ઝડપી લીધા હતાં.જેમની પુછતાછ કરતા દારૂ સપ્યાલ કરનાર તરીકે જુનાગઢના શખસનું નામ ખુલ્યું હતું.પોલીસે દાનો આ જથ્થો અને કાર સહિત .૩.૦૪ લાખનો મુદામાલ કબજે કરી જુનાગઢના શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
દારૂ ના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન અહીં નેશનલ હાઇવે પર આશાપુરા ચોકડી પાસે શંકાસ્પદ હાલતમાં પસાર થઇ રહેલી ફોર્ડ ફિએસ્ટા કાર ન.ં જીજે ૧૦ એસી ૯૫૦૦ ને અટકાવી હતી.પોલીસે કારની તલાશી લેતા તેમાંથી તેમાંથી ૫૧૦ લીટર દેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે કારમાં સવાર ઇમ્તીયાઝ અબ્દુલભાઇ સમા(ઉ.વ ૩૩), ભાવિક ઉર્ફે લીઝત અમૃતલાલ વરમોરા(ઉ.વ ૩૩ રહે બંને જુનાગઢ) ને ઝડપી લીધા હતાં.
પોલીસે દારૂ નો આ જથ્થો કાર અને મોબાઇલ સહિત કુલ .૩,૦૪,૧૦૦ નો મુદામાલ કબજે કર્યેા હતો.આ શખસોની પુછતાછ કરતા દારૂ નો આ જથ્થો આપનાર તરીકે જુનાગઢમાં રહેતા કારા દેવાભાઇ મોરીનું નામ ખુલતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી જુનાગઢના શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર અશ્વિનની નિવૃત્તિ પછી પીએમ મોદીનો ભાવનાત્મક પત્ર
December 22, 2024 03:24 PM'રાહુલ અને પ્રિયંકા ગાંધી લઘુમતી સાંપ્રદાયિક દળોના સમર્થનથી જીત્યા', CPIM નેતાનો આરોપ
December 22, 2024 02:51 PMજયપુર આગ: 30 લોકો હજુ પણ ICUમાં, 9 વેન્ટિલેટર પર
December 22, 2024 02:39 PMહળવદ તાલુકાના સુખપર પાસે માટીની આડમાં ટેલરમાં લઈ જવાતો બીયરનો જથ્થો ઝડપાયો
December 22, 2024 02:37 PMસોમનાથ બાયપાસ સર્કલ અને શિવ પોલીસ ચોકી પાસે વાહન ચેકિંગ
December 22, 2024 02:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech