જૂનાગઢમાં ફાયર ઓફિસરની સહી કરી બોગસ એનઓસી પ્રકરણમાં બેને ઝડપ્યા

  • March 26, 2024 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢ ચોબારી રોડ વિસ્તારમાં મીત ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની પેઢીએ બિલ્ડીંગ બનાવવા તા ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ ના ફાયર શાખામાં અરજી કરી હતી મીત ઇન્ફ્રા દ્વારા કોઈ પૂછતા કરવામાં આવી ન હતી ત્યારબાદ તા ૮ નવેમ્બર ૨૦૨૩ ના ફરી પૂર્તતા કરવા જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગના ઇન્ચાર્જ ડિવિઝનલ ફાયર ઓફિસર યકીન શિવાની ના મોબાઈલ નંબર પર પ્રિ એનઓસી રજૂ થઈ હતી. જુનાગઢ મહાનગરપાલિકાના ફાયર ઓફિસર દિપક જાની ને આ પ્રિ એનઓસી મોકલવામાં આવ્યું હતું આ એન ઓ સી અંગે રેકોર્ડમાં ચકાસણી કરતા ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૨ મા આવું કોઈ એનઓસી ફાયર શાખા દ્વારા આપવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું હતું. ડિવિઝનલ ફાયર ઓફિસરને જે મોબાઈલ નંબર પરથી મોકલવામાં આવ્યું હતું તે નંબર મનપાની ટાઉન પ્લાનિંગ શાખાના કર્મચારી ગૌતમ બાંભરોલિયાનો હોવાનું જાણવા મળ્યું હતું. મનપાના ફાયર ઓફિસરે મનપાના કર્મચારી ગૌતમ બાંભરોલિયા ની પૂછપરછ કરતા તેણે પ્રિ એનઓસી અગાઉ ફાયર શાખામાં અંગારની કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા સુજલ પોમલે આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. જે છેલ્લ ા દોઢ વર્ષથી મનપવામાં કામ કરતો ન હોવાનું સામે આવ્યું હતું તેજલ દ્વારા એન ઓ સી માં ફાયર ઓફિસરની સહી કોપી કરી મૂકી હતી અને બોગસ પ્રિએનઓસી ઊભું કર્યું હતું. આ મામલે તપાસ બાદ તેના રિપોર્ટના આધારે કમિશનરે ફાયર ઓફિસર ને ફરિયાદ કરવા નિયુક્ત કર્યા હતા જેના અનુસંધાને જુનાગઢ ફાયર ઓફિસર દિપક જાનીએ મનપાના કર્મચારી ગૌતમ બાંભરોલીયા અને પૂર્વ ગામે કોમ્પ્યુટર ઓપરેટર સુજલ સામે બી ડિવિઝન પોલીસને અરજી આપી હતી. જેના આધારે બંને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે મામલે બંનેની અટક કરી વધુ પૂછપરછ હાથ  ઘરી છે. 


અગાઉ અપાયેલા ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ અંગે તપાસ જરૂરી

જુનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં હોસ્પિટલ શાળા કોલેજ અને અન્ય બહુમાળી બિલ્ડીંગોમાં ફાયર એનઓસી અને બીયુ સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા તેમાં પણ ગોલમાલ થવાની ફરિયાદ ઉઠી છે આ મામલે પણ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application