રાજયભર ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના કેસમાં ચાલતી ટ્રાયલમાં અંતે આજે સેશન્સ અદાલતમાં ૧૦મી મુદતમાં તમામ આરોપીઓએ તેમના વકીલ રોકી લીધા હોવાનું જાહેર કરતા કેસ આગળ ચાલવાની આશા જાગી છે, પરંતુ સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટરે અગાઉ આપેલી આ કેસ ડે–ટુ–ડે (રોજેરોજ) ચલાવવાની આપેલી અરજી સામે બે આરોપીઓ અશોક સિંહ અને કિરીટસિંહે વાંધા રજુ કર્યા છે, અદાલત દ્રારા હવે ૧૯ ડિસેમ્બરની મુદત આપવામાં આવી છે.
શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં મોકાજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ ૨૮ ૫૨૦૨૪ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવની ગંભીરતાથી લઇ રાય સરકાર દ્રારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમની તપાસમાં આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી, બાંધકામ સહિતની બાબતોમાં વિવિધ તંત્રોના અધિકારીઓ અને ગેમ ઝોનના ભાગીદારો વચ્ચે સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું, જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહત્પલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમૃતભાઈ રાઠોડ, મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ ઠેબા, ઈલેશ વલભભાઈ ખેર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરાયેલા આ તમામ જેલ હવાલે છે. દરમિયાન આ કેસ ચાર્જશીટ મુકાયા બાદ ટ્રાયલના તબક્કે આવ્યા બાદ કેટલાક આરોપીઓએ નવમી મુદત સુધી તેમના વકીલ રોકયા ન હતા, અદાલત દ્રારા તમામને વકીલ રોકવા તાકીદો કરાતી હતી, આજે દસમી મુદ્દતે ટ્રાયલ દરમિયાન તમામ આરોપીઓને ઉપસ્થિત રખાયા હતા અને તમામ આરોપીઓએ વકીલ રોકી દીધા હોવાનું અદાલતમાં જાહેર કયુ હતું તેથી કેસ ઝડપથી આગળ ચાલવાની આશા બંધાણી હતી, પરંતુ ત્યારબાદ સ્પેશિયલ પબ્લિક પ્રોસિકયુટર તુષાર ગોકાણીની તાજેતરની ડે–ટુ–ડે ટ્રાયલ ચલાવવાની અરજી સંદર્ભે આરોપીઓ જમીન માલિકો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા અને કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાએ આ કેસ ડે–ટૂ–ડે (રોજેરોજ) ચલાવવા સામે વાંધા રજુ કર્યા હતા. ત્યારબાદ એડિશનલ સેશન્સ જજ ડી. એસ. સીંઘે આ કેસમાં તારીખ ૧૯ ડિસેમ્બરની મુદત જાહેર કરી હતી.
આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે
ડે. ચીફ ફાયર ઓફિસર ઠેબાએ જામીનઅરજી કરી
ગેમ ઝોન અિકાંડ કેસ રેગ્યુલર ટ્રાયલ ભણી આગળ વધી રહ્યો છે ત્યારે આરોપી મહાનગરપાલિકાના આરોપી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાલાલ જીવાભાઈ ઠેબાએ તેમના વકીલ વિજયસિંહ જાડેજા મારફત રેગ્યુલર જામીન અરજી રજૂ કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખેડૂતવાસના યુવાનની હત્યામાં ઝડપાયેલા શખ્સોને સાથે રાખી પોલીસે કરાવ્યું રીક્ધટ્રકશન
May 10, 2025 04:01 PMકણકોટમાં બેટરીનું અંજવાળું કરી જુગાર રમી રહેલા ત્રણ ઝડપાયા
May 10, 2025 03:59 PMભાજપની સરદારનગર અને અધેવાડા વોર્ડ સંગઠન તેમજ વોર્ડ બુથ પ્રમુખો બેઠક
May 10, 2025 03:58 PMખેડૂતવાસના યુવાનની હત્યામાં સંડોવાયેલા પાંચ ઝડપાયા
May 10, 2025 03:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech