આવતીકાલે બાલા હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવની ઉજવણીની સાથોસાથ બાર હજાર કિલો લાડુની પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે.
પોરબંદરની એક વધુ સિધ્ધિ સુદામા મંદિર પાસે આવેલા બાલા હનુમાન અને બાલા હનુમાન પાસે આવેલ વિશ્ર્વકર્મા ગજ્જર ભવન છે. આમ તો પોરબંદરને અને હનુમાનજીને જગજૂનો સંબંધ છે. પોરબંદરના પૌરાણિક ઇતિહાસના બે મહાન પાત્રો રામભકત હનુમાન અને કૃષ્ણભકત સુદામાજી છે. હમણાના સમયમાં કૃષ્ણ-સુદામાના ગુરુ સાન્દીપનિ પણ પોરબંદરના પાદરને પુનિત બનાવે છે. પોરબંદર જિલ્લાની બે પાંખો તે કૃષ્ણ-કમણી-માધવપુર અને હરસિધ્ધિમા- મિયાણી-પોરબંદરના સનાતન રંગની ગવાહી છે. ઇ.સ.૧૬૦૦માં રાજમાતા કલાબાઇના જેઠવા વંશને પોરબંદર-છાયામાં લાવ્યા ત્યારથી તો જેઠવા અને હનુમાન જાણે સાક્ષાત પોરબંદરમાં બિરાજતા થયા છે. બાલાહનુમાનથી માંડીને રોકડિયા હનુમાન સુધીના અનેક સ્વપો હાલ પોરબંદરમાં બિરાજે છે. ઋષિ વાલ્મીકિ હનુમાનને ‘કૃતાલય’ અર્થાત્ સર્વગુણોના આલય-ભંડાર તરીકે ઓળખાવે છે. હનુમાન જ્ઞાનગુણના સાગર છે અને રુદ્રના અગિયારમાં અવતાર છે. સનાતન હિન્દુ ધર્મમાં સપ્ત ચિરંજીવીમાં એક હનુમાન પણ છે. હનુમાનની અનેક લીલાઓમાં બાળપણમાં ઉગતા સૂર્યને ફળ માનીને તે લેવા માટે કૂદકો લગાવતા હનુમાનને બાલા હનુમાન કહેવામાં આવ્યા છે. અહીં પણ આકાશમાં કૂદકો લગાવતા બાલા હનુમાનનું સ્વપ છે. આ સ્વપ કેટલું પ્રાચીન છે તેનો કોઇ નિર્દેશ મળતો નથી. પણ ઇ.સ. ૧૯૦૦માં(આજથી સવાસો વર્ષ પહેલા) આજના હયાત નવા સુદામા મંદિરની સાથે જ બાલા હનમુાનની ઉંચી ડેરી નિર્માણ પામી તેવા ઉલ્લેખો સુદામા મંદિર વિશે લખાયેલા પુસ્તકોમાં મળે છે. એક માન્યતા એવી છે કે ઇ.સ. ૧૮૮૭માં વિકટોરીયા જ્યુબિલી વખતે મદ્રેસાનું નિર્માણ થયુ ત્યારે બાલા હનુમાનની સ્થાપના મદ્રેસા વિસ્તારની બહાર કરવામાં આવેલી છે. છેલ્લા ૧૩૮ વર્ષથી બાલા હનુમાન હાલ જે સ્થળે ત્યા ંજ બિરાજે છે. આ બાલા હનુમાનજીનું મહત્ત્વ છેલ્લા વર્ષોમાં ગજ્જર પરિવારના આંગણે વધ્યુ છે. અને હાલ તો આખા ગુજરાતનું એકમાત્ર હનુમાન મંદિર છે, જ્યાં હનુમાન જયંતીના અવસરે કુલ બાર હજાર કિલો (બાર મેટ્રિક ટન !) લાડુ બનતા હોય અને છેક છેવાડાના માણસ સુધી એનો પ્રસાદ પહોંચતો હોય ! આ છે બાલા હનુમાનની અનેગજ્જર પરિવારની સિધ્ધિ ! આમ જુઓ તો આ ‘વન મેન શો’ છે ! ગજ્જર પરિવારના યુવા ઉદ્યોગપતિ કેતન ગજ્જરની હોંશ, ઉમ્મિદ અને હનુમાનભક્તિનું આ સુફળ સહુ કોઇ પોરબંદરવાસીઓ આજે હરખે- હરખે માથે ચડાવી રહ્યા છે ! કેતન ગજ્જર હનુમાનભકતની સાથે -સાથે દેશભકત પણ છે. હનુમાન જયંતી નિમિત્તે તે રકતદાન કેમ્પ પણ યોજે છે અને આ વખતે તો તેઓ રકતદાનનો નવો વિક્રમ સ્થાપિત કરવા જઇ રહ્યા છે ! યાદ રહે, પાટનગર ગાંધીનગર અને અમદાવાદની હોસ્પિટલોને પણ આ હનુમાન જયંતીના રકતદાનનો હિસ્સો મળે છે ! આની પાછળ એક શક્તિશાળી વ્યવસ્થા પણ યુવા ઉદ્યોગપતિ કેતનભાઇ ગજ્જરની છે. છેલ્લા આઠ દિવસ અને આઠ રાતથી કેતનભાઇ ગજ્જર અને તેમની ટીમ નિ:સ્વાર્થ ભાવે આ સેવાયજ્ઞ કરી રહી છે. તેની હરખભેર નોંધ લેતા પ્રત્યેક પોરબંદરવાસીની છાતી હનુમાનજીની માફક ૫૬ ઇંચની બની જવાની ! ખૂબ ખૂબ ધન્યવાદ કેતનભાઇ અને જય હનુમાન !
પોરબંદરના સુદામાચોક પાસે આવેલા સુપ્રસિધ્ધ બાલા હનુમાનજી મંદિરે આવતીકાલે ભવ્ય અને દિવ્ય હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં માનવતાના દીવડા પ્રજ્વલિત કરવા માટે મહારકતદાનકેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યુ છે.
લાડુના ૫૧ હજાર બોકસની પ્રસાદી
હનુમાનજી મહારાજના જન્મોત્સવની દર વર્ષની જેમ આ વર્ષે પણ બાલા હનુમાન મંદિરે અતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ઉદ્યોગપતિ કેતનભાઇ ગજ્જર અને તેમની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ ધમધમી રહી છે અને લાડુના ૫૧ હજાર જેટલા બોકસ બનાવવાનું ભગીરથ કાર્ય ચાલી રહ્યુ છે જેમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીની પોરબંદર તાલુકાશાખાના ચેરમેન રામદેવભાઇ મોઢવાડીયાથી માંડીને અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લાડુ બનાવવાની સેવામાં જોડાયા હતા.
મહારકતદાન કેમ્પનો મહાયજ્ઞ
પોરબંદરના બાલાહનુમાન મંદિરે દર વર્ષે મહારકતદાન કેમ્પ યોજવામાં આવે છે. તેમાં આ વર્ષે માત્ર પોરબંદર જ નહી પરંતુ રાણાવાવ, કુતિયાણા, બગવદર અને કડછ ખાતે પણ રકતદાન કેમ્પના વિશાળ આયોજન થઇ રહ્યા છે અને ઋણસ્વીકાર સ્વપે દરેક રકતદાતાને બાલા હનુમાનજીની પ્રસાદી પે ભેટ પણ આપવામાં આવશે.
‘રકતદાન એટલે કોઇના જીવનના બાગને ખીલવતી વર્ષાઋતુ’ એ પંકિતને સાર્થક કરવા યોજાનારા મહારકતદાન કેમ્પના આ મહારકતદાન કેમ્પમાં આહુતિ આપવા વધુને વધુ રકતદાતાઓ ઉમટી પડે તેવી અપીલ કેતનભાઇ ગજ્જર અને તેમની સમગ્ર ટીમ દ્વારા થઇ છે. શનિવાર તા. ૧૨-૪ના સવારે સાત વાગ્યા થી સુદામા ચોક ખાતે રકતદાન કેમ્પ શ થઇ જશે અને વિશાળ સંખ્યામાં રકતદાતાઓ લોહી આપવા માટે ઉમટશે એ જ રીતે પોરબંદર નજીકના રાણાવાવના મહેર સમાજ ખાતે પણ રકતદાન કેમ્પ યોજાશે.
કુતિયાણાના મહેર સમાજ ખાતે, બગવદર ગ્રામ પંચાયત ખાતે અને કડછમાં શ્રી કાંધલીઆઇ માતાજીના મંદિર ખાતે આ રકતદાન કેમ્પનું આયોજન થયુ છે અને પોરબંદર જિલ્લાભરના દર્દીઓને માત્ર પોરબંદર શહેર પૂરતા જ નહી પરંતુ અમદાવાદ, રાજકોટ, જામનગર, જેવા સૌરાષ્ટ્રના શહેરોમાં કયાંય પણ લોહીની જરીયાત ઉભી થાય તો તાત્કાલિક મળી રહે તેવા હેતુ સાથે આ કેમ્પ યોજાનાર છે.
આમ, બાલા હનુમાન મંદિરે ભગવાન હનુમાનના જન્મોત્સવની ઉજવણી માટેની તૈયારીઓ અંતિમ તબકકામાં છે અને સર્વે ભકતોને કાર્યક્રમનો લાભ લેવા નિમંત્રણ પાઠવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધના પગલે અંબાણી-અદાણીને નુકસાન, અબજોપતિઓમાં દરજ્જો પણ ઘટ્યો
May 09, 2025 10:46 AMભારત-પાકિસ્તાન ભલે લડે, અમને કોઈ લેવા દેવા નહીં: અમેરિકા
May 09, 2025 10:39 AMપાકિસ્તાન પર ભારતની વોટર સ્ટ્રાઈક, ચિનાબ નદી પર સલાલ ડેમના વધુ દરવાજા ખોલ્યા
May 09, 2025 10:34 AMમાવઠાનું જોર ઓછું થયું છતાં આજે રાજ્યભરમાં વરસાદનું યલો એલર્ટ યથાવત
May 09, 2025 10:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech