સોનાના દાગીના અને રોકડ મળી ૪૫ હજારની માલ મત્તાની ચોરી
જામનગરમાં એમપી શાહ ઉદ્યોગ નગર નજીક કબીર નગર આવાસ ના બીજા માળે આવેલા એક ફ્લેટને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રોકડ રકમ તથા સોનાના દાગીના સહિત રૂપિયા ૪૫,૦૦૦ ની માલમતા કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરમાં કબીર નગર આવાસ એ. વીંગમાં બીજા માળે ફ્લેટ નંબર ૨૦૯ માં રહેતા અભિષેકભાઈ જયેશગીરી ગોસ્વામીએ પોતાના ફ્લેટનું કોઈ તસકરોએ તાળું તોડી અંદર પ્રવેશી કબાટમાં રાખેલી રૂપિયા ૪,૦૦૦ ની રોકડ રકમ તથા સોનાના દાગીના જેમાં સોનાનો ચેઇન, પેડલ સહિત રૂપિયા ૪૫,૦૦૦ની માલમતા ની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech