તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં મૃ઼તકોનો આંકડો 6200ને પાર પહોચ્યો

  • February 08, 2023 05:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

સોમવારે ભારતીય સમયનુસાર સવારે ૪.૧૭ કલાકે તુર્કી અને સીરિયામાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેમાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે આ વધતા મૃત્યુઆંકની વાત કરીએ તો 6,200ને પાર પહોચી ગયો છે. હજૂ પણ બચાવ અને રાહત કામગીરી ચાલુ જ છે.


સોમવારે વહેલી સવારે ભારતીય સમયઅનુસાર 4.17 કલાકે તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં અત્યા સુધીમાં 6200થી વધુ લોકોના મૃત્યુ થયાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. મહત્વવનું છે કે 2400થી વધુ બિલ્ડીંગ ધરાસાઈ થઈ છે. ત્યારે આ ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને ગઈકાલે એટલે કે સોમવારે પ્રધાનમંત્રી કાર્યલય ખાતે એક બેઠક મળી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે તુર્કીમાં રાહત સામગ્રી તરીકે દવાઓ, મેડીકલ સાધનો સહિત તબીબોની ટીમ, ખાસ તાલીમ પામેલા ડોગ સ્કવોડ અને NDRFના 100 જવાનોની 2 ટીમ મોકલવાશે.


મહત્વનું છે કે તુર્કીના ભૂકંપની વાત કરીએ તો તુર્કીની ભૌગોલિક સ્થિતિને કારણે અહીં વારંવાર ભૂકંપ આવે છે. વર્ષ 1999માં અહીં આવેલા ભૂકંપમાં અંદાજીત 18000 લોકોના મોત થયા હતા. જ્યારે ઓક્ટોબર 2011માં આવેલા ભૂકંપમાં 600થી વધુ લોકોના મોત થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application