ઈન્ડોનેશિયામાં રિંગ ઓફ ફાયર જવાળામુખી ફાટતાં સુનામી એલર્ટ

  • April 18, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈન્ડોનેશિયાના અધિકારીઓએ આગં પ્રાંતમાં વાળામુખી ફાટવાથી મોટા વિસ્તારમાં રાખ ફેલાઈ જતાં સુનામીની ચેતવણી જારી કરી હતી. એક પછી એક અનેક વિસ્ફોટથી આ વિસ્તાર ધ્રુજી ઉઠો હતો. આથી અધિકારીઓએ ૧૧ હજારથી વધુ લોકોને વિસ્તાર છોડી દેવાની સૂચના આપી છે.
ઈન્ડોનેશિયાના સત્તાવાળાઓએ આગં પ્રાંતમાં વાળામુખી ફાટવાથી મોટા વિસ્તારમાં રાખ ફેલાઈ ગયા બાદ સુનામીની ચેતવણી જારી કરી હતી. અધિકારીઓએ ૧૧ હજારથી વધુ લોકોને વિસ્તાર છોડી દેવાની સૂચના આપી છે.

ઇન્ડોનેશિયા વાળામુખી અને જીઓલોજિકલ ડિઝાસ્ટર મિટિગેશન સેન્ટરે જણાવ્યું હતું કે સુલાવેસી ટાપુની ઉત્તરે સ્થિત વાળામુખીમાં છેલ્લા ૨૪ કલાકમાં ઓછામાં ઓછા પાંચ મોટા વિસ્ફોટ જોવા મળ્યા છે. સત્તાવાળાઓએ તેમના વાળામુખી ચેતવણી સ્તરને ઉચ્ચતમ સ્તરે વધાયુ છે.
ઓછામાં ઓછા ૮૦૦ રહેવાસીઓએ વિસ્તાર છોડી દીધો હતો. ઈન્ડોનેશિયામાં ૧૨૦ સક્રિય વાળામુખી છે.
અધિકારીઓએ પ્રવાસીઓને અને અન્ય લોકોને આગં વાળામુખીથી ઓછામાં ઓછા છ કિલોમીટર દૂર રહેવા વિનંતી કરી દીધી અચે અને લોકોને સહી સલામત સ્થળે જતા રહેવા તાકીદ કરાઈ છે.અધિકારીઓ ચિંતિત છે કે વાળામુખીનો એક ભાગ સમુદ્રમાં પડી શકે છે અને સુનામીને ઉત્તેજિત કરી શકે છે, જેમ કે ૧૮૭૧ના વિસ્ફોટમાં થયું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News