શહેરના દાણાપીઠમાં આવેલી નવાબ મસ્જિદ ટ્રસ્ટની દુકાનના તાળા તોડી ભાડુઆતનો સામાન બહારી કાઢી,દુકાન ખાલી કરી દેવા વેપારીને ધમકી આપી હતી.આ અંગે વેપારી દ્રારા મસ્જિદના ટ્રસ્ટી તેની સાથેના ચારથી પાંચ અજાણ્યા શખસો વિધ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શહેર રેસકોર્સ રોડ પર ગેલેકસી સિનેમાની પાછળ કિરણ સોસાયટી બ્લોક નંબર ૧૭ ૧૮ ના ખૂણે રહેતા વિરેન્દ્રભાઈ કલ્યાણજીભાઈ કોટેચા (ઉ.વ ૭૨) નામના વૃદ્ધ વેપારી દ્રારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ફાક મુસાણી તથા તેની સાથેના ચારથી પાંચ અજાણ્યા શખસોના નામ આપ્યા છે. વિરેન્દ્રભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મોચી બજાર દાણાપીઠ મેઇન રોડ પર નવાબ મસ્જિદની બાજુમાં મંડપ સર્વિસની દુકાન ચલાવે છે. ૭૦ વર્ષ પૂર્વે તેમના પિતાએ નવાબ મસ્જિદ ટ્રસ્ટની ભાડાની આ દુકાનમાં મંડપ સર્વિસની દુકાન શ કરી હતી અને છેલ્લા ૫૦ વર્ષથી ફરિયાદી અહીં દુકાન ચલાવે છે.
ગઈકાલ સાંજના ૪:૩૦ વાગ્યા આસપાસ તેઓ પોતાની દુકાન સામે આવેલી ભત્રીજા કનૈયાલાલ રસિકલાલ કોટેચાની તેલ– ખાંડની દુકાનના ઓટલે બેઠા હતા ત્યારે દરમિયાન ચાર પાંચ શખસો ફરિયાદીની દુકાન તથા નવાબ ટ્રસ્ટની અન્ય દુકાન જે હસમુખભાઈ મહેતાની હોય તેના તાળા તોડી દુકાનમાં રહેલ સામાન બહાર રાખવા લાગ્યા હતા જેથી ફરિયાદી તુરતં પોતાની દુકાને ગયા હતા અને આ શખસોને કહ્યું હતું કે, તમે અમારી દુકાનના તાળા તોડી સામાન કેમ બહાર કાઢો છો? જેથી આ શખસે કહ્યું હતું કે, માં નામ ફાક મુસાણી છે અને હત્પં આ નવા મસ્જિદનો ટ્રસ્ટી છું અમારી વકફ બોર્ડે આ અમારી મસ્જિદની દુકાનો તેમજ જુના પાડોશીને આપેલ છે તે ખાલી કરવાનો હત્પકમ કર્યેા છે. જેથી ફરિયાદી તથા પાડોશમાં દુકાન ધરાવનાર અભિષેકભાઈ ઠક્કરની દુકાન બધં હોય જેથી તેમને ફોન કરતા થોડીવારમાં અભિષેક ભાઈ પણ અહીં આવી ગયા હતા.
દરમિયાન ફાક મુસાણીએ કહ્યું હતું કે, તમારી દુકાનનું તાળું તમે ખોલી અને દુકાનમાં રહેલ સામાન લઈ લો જેથી અભિષેક ભાઈએ દુકાનમાંથી ગેરેજનો સામાન બહાર કાઢી લીધેલ ફરિયાદીને આ ફાક મુસાણીને કહ્યું હતું કે, તમે અમને દુકાન ખાલી કરવાની કોઈ વાત કરી ન હતી અને તમે અમને આજે સીધા દુકાન કેમ ખાલી કરાવો છો? જેથી ફાક મુસાણીએ કહ્યું હતું કે, તાત્કાલિક અસરથી આ દુકાનનો કબજો અમને સોંપી દો અને બાકીનો દુકાનમાં રહેલો સામાન તમારી રીતે બહાર કાઢી લો નહીંતર અમે તમારી દુકાનનો બધો સામાન બહાર ફેંકી દઈશું તેવી ધમકી આપી કાગળ બતાવ્યા હતા જે ગુજરાત રાય વકફ બોર્ડ ગાંધીનગર ૧૯૧૨૨૦૨૪ ના લેટરપેડનો હોય અને કહ્યું હતું. દુકાનનો કબજો ખાલી કરી મસ્જિદને સોંપી દેજો
નિયમ મુજબ કબજો લેવાના બદલે કાયદો હાથમાં લેતાં કાર્યવાહી કરાઇ: ડીસીપી
આ સમગ્ર પ્રકરણ અંગે ડીસીપી ઝોન–૨ જગદીશ બાંગરવાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આરોપીઓ પાસે વકફ બોર્ડનો ઓર્ડર હતો જે પ્રાથમિક દ્રષ્ટ્રિયે સાચો હોવાનું જણાઇ રહ્યું છે.છતા આ બાબતે વકફ બોર્ડ પાસે ખરાઇ કરાવામાં આવશે.તેમછતા નિયમ અનુસાર આરોપીઓએ કબજો મેળવવાનો હતો.જેમાં કબજો ખાલી કરવા અંગે ભાડુઆતને નોટિસ આપવી બાદમાંપોલીસ પ્રોટેકશનની હાજરીમાં કબજો લેવાનો હોય છે.આરોપીઓએ નિયમનુ પાલન ન કયુ હોય જેથી તેની સામે આ ગુનો નોંધવામાં આવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોટીલાના પીપરાળી ગામે યુવાનની હત્યા પ્રકરણમાં ૪ સકંજામાં, એક ફરાર
January 04, 2025 11:33 AMરાજકોટમાં 700 કરોડની જમીન 180 કરોડમાં પધરાવવાનું વિવાદાસ્પદ જયભીમ નગરની PPP યોજનાનું ટેન્ડર રદ!
January 04, 2025 11:32 AMશાપરના કારખાનેદાર સાથે વાયરની ખરીદીના નામે 18 લાખની છેતરપિંડી
January 04, 2025 11:31 AMશિવરાજપુર બીચ ખાતે તા. 13 ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
January 04, 2025 11:29 AM20 લાખ માટે ખુદને મૃત દેખાડવા મિત્રની હત્યા કરી’તી
January 04, 2025 11:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech