અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણી પૂરી થયા પછી પણ ચર્ચામાં રહે છે. તેનું કારણ છે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનાર રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નાના પુત્ર બેરોન ટ્રમ્પ. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેરોન ટ્રમ્પને ન્યૂયોર્ક યુનિવર્સિટી (NYU) માં તેમના મિત્રો દ્વારા તેમના રાજકીય વિચારોને લઈને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેનો બેરોને રાજદ્વારી જવાબ આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પના નાના પુત્ર બેરોને કહ્યું હતું કે તેઓ "કોઈપણ પક્ષને સમર્થન આપતા નથી."
બેરોનને તેના જવાબ માટે ઘણા રિપબ્લિકન અધિકારીઓ તરફથી આદર મળ્યો છે. ઘણા લોકો કહે છે કે બેરોને તેના પિતા ડોનાલ્ડ ટ્રમ્પના પગલે ચાલવું જોઈએ અને 2044માં યોજાનારી યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં ઉમેદવારી વિશે વિચારવું જોઈએ.
યુવા પુરૂષ મતદારો સાથે જોડાણ કરવામાં પિતાની ભૂમિકા
બેરોને તેમના પિતાના યુએસ પ્રમુખપદની ઝુંબેશ દરમિયાન યુવા પુરૂષ મતદારો સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. કેટલાક ઝુંબેશ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 18 વર્ષીય બેરોને ડોનાલ્ડ ટ્રમ્પ માટે ટોચના પોડકાસ્ટર્સ અને યુવા મતદારો સાથે જોડવામાં મદદ કરી. આમાં જો રોગનનું પોડકાસ્ટ પણ સામેલ છે. કોમેડિયન એન્ડ્રુ શુલ્ટ્ઝ સાથે 'ફ્લેગ્રન્ટ' અને બિઝનેસમેન પેટ્રિક બેટ-ડેબિડ સાથે 'PBD પોડકાસ્ટ'નો પણ સમાવેશ થાય છે.
ટ્રમ્પ કેમ્પેઈનના વરિષ્ઠ સલાહકાર જેસન મિલરે જણાવ્યું હતું કે, "બેરોન ટ્રમ્પે ઘણા પોડકાસ્ટ સૂચવ્યા હતા જે ઈન્ટરનેટ પર અમારા માટે હિટ સાબિત થયા હતા."
જો કે બેરોને પોતાનું રાજકીય વલણ તટસ્થ હોવાનું દર્શાવ્યું હતું. ચૂંટણીના દિવસે મિલેનિયા ટ્રમ્પે એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં બેરોન તેના પિતાને મત આપતા જોવા મળ્યા હતા. આ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, 'મારા પ્રથમ વોટિંગમાં મારા પિતાને વોટ આપ્યો હતો.' જોકે પોસ્ટમાં વોટિંગનું સ્થળ જણાવવામાં આવ્યું નથી, પરંતુ તે ટ્રમ્પનું હોમ સ્ટેટ ફ્લોરિડા હોવાનું કહેવાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech