ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકોને અમેરિકાના નકશામાં પોતાનું રાજ્ય બતાવ્યું હતું. જેને લઈને હવે ન્યૂ વર્લ્ડ ઓર્ડર મેપ વાઇરલ થયો છે. જેમાં વિશ્વના માત્ર 15 દેશ જ બતાવવામાં આવ્યા છે. તેમજ અખંડ ભારતનો નકશો પણ જોવા મળી રહ્યો છે.
આ ન્યૂ વર્લ્ડ ઓર્ડર મેપ મુજબ જો કેનેડા અને મેક્સિકો અમેરિકાનો ભાગ બને, રશિયાને ફરીથી યુએસએસઆરમાં રૂપાંતરિત થાય, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો કોઈ પત્તો ન રહે અને બંને સંયુક્ત ભારતમાં ભળી જાય. વિશ્વના નકશામાં ફક્ત 15 દેશો હોવા જોઈએ. જો કે, હાલમાં આવું કંઈ થવાનું નથી. પરંતુ સોશિયલ મીડિયા પર એક નકશો વાયરલ થઈ રહ્યો છે જે બીજા વિશ્વયુદ્ધ પહેલાનો આ 82 વર્ષ જૂનો નકશો ન્યૂ વર્લ્ડ ઓર્ડર મેપ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં અમેરિકાની કમાન સંભાળવાના છે. રાષ્ટ્રપતિ બનતા પહેલા જ ટ્રમ્પે પોતાની વિસ્તરણવાદી મહત્વાકાંક્ષાઓ જાહેર કરી દીધી છે. ટ્રમ્પ, જે કેનેડાને 51મું અમેરિકન રાજ્ય બનાવવા માંગે છે, તે ગ્રીનલેન્ડ પણ કબજે કરવા માંગે છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ટ્રમ્પ આ કયર્િ પછી અટકી જશે? જો કેનેડા અને ગ્રીનલેન્ડ અમેરિકાના રાજ્ય બની જાય તો શું ટ્રમ્પ્નું આગામી લક્ષ્ય મેક્સિકો નહીં હોય? આ અટકળો વચ્ચે, લોકોએ ન્યૂ વર્લ્ડ ઓર્ડર મેપ વાયરલ કરવાનું શરૂ કરી દીધું છે.
ન્યૂ વર્લ્ડ ઓર્ડર મેપ સૌપ્રથમ 1942માં પ્રકાશિત થયો હતો. તે મૌરિસ ગોમબર્ગ દ્વારા ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, યુએસએમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મૌરિસે દાવો કર્યો હતો કે બીજા વિશ્વયુદ્ધ પછી, વિશ્વના નકશામાં મોટા ફેરફારો થશે. દુનિયામાં ફક્ત 15 દેશો જ અસ્તિત્વમાં રહેશે.
નકશો પ્રકાશિત કરનાર મૌરિસ ગોમબર્ગ મૂળ રશિયાના હતા, પરંતુ તેઓ અમેરિકા શિફ્ટ થઈ ગયા હતા. અમેરિકા અંગે મૌરિસે કહ્યું હતું કે, અમેરિકા એક મોટી લશ્કરી શક્તિ તરીકે ઉભરી આવશે, જેમાં કેનેડા ઉપરાંત ગ્વાટેમાલા, પ્નામા, નિકારાગુઆ, અલ સાલ્વાડોર, કોસ્ટા રિકા, હોન્ડુરાસ, બેલીઝ, ડોમિનિકન રિપબ્લિક અને ક્યુબા જેવા તમામ મધ્ય અમેરિકન દેશોનો સમાવેશ થશે. એન્ટિગુઆ, બહામાસ, બાબર્ડિોસ અને ડોમિનિકા જેવા કેરેબિયન દેશો પણ તેનો ભાગ હશે. ગ્રીનલેન્ડ અને આઇસલેન્ડ જેવા એટલાન્ટિક ટાપુઓ ઉપરાંત, મેક્સિકો પણ અમેરિકામાં સામેલ થશે.
1942માં મૌરિસે વિશ્વનો સંભવિત નકશો બહાર પાડ્યો તે સમયે આજનું રશિયા યુએસએસઆર હતું. મોરિસે રશિયાને અમેરિકા જેટલું જ મજબૂત બતાવ્યું હતું. યુએસએસઆરના નકશામાં આજના ઈરાન, મંગોલિયા, મંચુરિયા, ફિનલેન્ડ અને સમગ્ર પૂર્વી યુરોપ્ના ભાગોનો સમાવેશ થતો હતો. ઑસ્ટ્રિયા અને જર્મનીનો મોટો ભાગ પણ ની અંદર દશર્વિવામાં આવ્યો હતો.
નકશામાં એક નવા દેશ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સાઉથ અમેરિકાનો પણ ઉલ્લેખ છે, જેમાં દક્ષિણ અમેરિકાના તમામ રાજ્યોનો સમાવેશ થાય છે. આમાં, ફોકલેન્ડ ટાપુઓ સાથે ગુયાના, સુરીનામ અને ફ્રેન્ચ ગુયાનાને પણ ના ભાગ તરીકે વર્ણવવામાં આવ્યા હતા.
આ નકશામાં આફ્રિકન રિપબ્લિક યુનિયન વિશે પણ વાત કરવામાં આવી છે, જેને સમગ્ર આફ્રિકામાં પ્રજાસત્તાકોના સંઘ તરીકે દશર્વિવામાં આવ્યું છે. તે જ સમયે, સાઉદી અરેબિયા, ઇરાક અને સીરિયા જેવા મધ્ય પૂર્વ દેશોને જોડીને, એક નવા દેશ, અરેબિયન ફેડરેટેડ રિપબ્લિકનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
અખંડ ભારતમાં સામેલ દેશો
ભારત વિશે મૌરિસે એક નકશો આપ્યો જે મોટાભાગે શક્તિશાળી સંયુક્ત ભારતના સંભવિત નકશા જેવો જ છે. આ નકશામાં, આજના અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને મ્યાનમારને પણ ભારતની અંદર દશર્વિવામાં આવ્યા હતા. અહીં એ પણ જાણવા જેવું છે કે જ્યારે આ નકશો બનાવવામાં આવી રહ્યો હતો (1942), ત્યારે ભારત અંગ્રેજોના ચુંગાલમાંથી મુક્ત પણ નહોતું. નકશામાં, ભારતને ફેડરેશન રિપબ્લિક ઓફ ઈન્ડિયા નામ આપવામાં આવ્યું હતું.
કોરિયા, થાઇલેન્ડ અને લાઓસ ચીનમાં ભળી ગયા
આ નકશો હાલના ચીનની જગ્યાએ એકીકૃત પ્રજાસત્તાક ચીન દશર્વિે છે. નકશામાં ચીન, દક્ષિણ અને ઉત્તર કોરિયા તેમજ વિયેતનામ, લાઓસ, કંબોડિયા, થાઇલેન્ડ અને મલાયાના મોટા ભાગોનો સમાવેશ થાય છે.
નકશામાં જર્મની, ફ્રાન્સ અને સ્પેન એક થયા
આજે આપણે જે યુરોપ્ના મુખ્ય દેશો જોઈએ છીએ તે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ યુરોપ નકશામાં દેખાય છે. તેમાં જર્મની, ફ્રાન્સ, સ્વિત્ઝર્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ અને ઇટાલીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
બિફોર-આફ્ટર: 15000 મકાનોને ભરખી જનાર દાવાનળની તારાજી
લોસ એન્જલસના જંગલોમાં છેલ્લા ચાર દિવસથી આગ ભયાનક બની રહી છે, જેણે ઘણા ઘરોને પોતાની લપેટમાં લઈ લીધા છે. રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. 15000 જેટલા મકાનો આગમાં ભસ્મીભૂત થઈ ગયા છે. ફાયરફાયટરોનું કહેવું છે કે આગને કાબૂમાં લેવામાં થોડી રાહત થઈ છે, જોકે તેમણે ચેતવણી આપી છે કે જોરદાર પવનને કારણે આગ ફરી ભડકી શકે છે, જેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. કેનેથમાં, લોસ એન્જલસ અને વેન્ચુરા કાઉન્ટીમાં જંગલની આગ લગભગ 960 એકરને અસર કરી છે. ફાયર ફાઇટરોએ 35 ટકા વિસ્તારમાં આગ પર કાબુ મેળવી લીધો છે. જો બાઈડેને બે દિવસ પહેલા લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગને આપત્તિ જાહેર કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech