અમેરિકી પ્રમુખ ટ્રમ્પે જીતતાની સાથે જ ચીનને જોરદાર ઝટકો આપ્યો છે અને રાષ્ટ્ર્રીય સુરક્ષા સલાહકાર તથા વિદેશમંત્રીની મહત્વની પોસ્ટ પર માઈક વોલ્ટઝ અને માર્કેા બિયોની નિયુકિત કરી છે, જેઓ પહેલેથી જ ચીનના જબરા ટીકાકાર છે.
ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પ્રમુખપદની ચૂંટણી જીત્યા બાદથી એકશન મોડમાં છે. ચીન સામેની પોતાની રણનીતિને વધુ મજબૂત કરવા માટે તેમણે રિપબ્લિકન પ્રતિનિધિ માઈક વોલ્ટઝને તેમના રાષ્ટ્ર્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુકત કરવાનું નક્કી કયુ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. સાથે જ ચીનના કટ્ટર ટીકાકાર અને ભારતના સમર્થક માર્કેા બિયોને વિદેશ મંત્રી બનાવે તેવી સંભાવના છે. વોલ્ટઝ એક નિવૃત્ત યુએસ આર્મી ગ્રીન બેરેટ છે. મળતી માહિતી મુજબ તેઓ ચીનના મોટા ટીકાકારોમાંના એક રહ્યા છે. આવી સ્થિતિમાં ટ્રમ્પનું આ પગલું એ વાતનો સંકેત છે કે તેઓ પોતાની વિદેશ નીતિને વધુ આક્રમક રીતે આગળ વધારવા માટે તૈયાર છે. માઈક વોલ્ટઝે નેશનલ ગાર્ડમાં કર્નલ તરીકે સેવા આપી હતી અને એશિયા–પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી જતી પ્રવૃત્તિઓ સામે સખત ટીકાકાર તરીકે ઓળખાય છે. તેમણે હંમેશા અમેરિકાને આ ક્ષેત્રમાં સંભવિત સંઘર્ષેા માટે તૈયાર રહેવાની જરિયાત પર ભાર મૂકયો છે. વોલ્ટઝનો અનુભવ અને કુશળતા ચોક્કસપણે ટ્રમ્પ વહીવટીતંત્રની સુરક્ષા નીતિને નવી દિશા આપવામાં મદદપ સાબિત થઈ શકે છે
ચીન સામે ટ્રમ્પનું નવું વલણ
માઈક વોલ્ટઝની રાષ્ટ્ર્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂક કરવાથી સ્પષ્ટ્ર છે કે ટ્રમ્પ પ્રશાસન હવે ચીનને લઈને તેની નીતિને વધુ કડક બનાવવા જઈ રહ્યું છે. અમેરિકાએ પહેલાથી જ ચીન સામે કડક પગલાં લીધાં છે અને વોલ્ટઝ સાથે આ મોરચે વધુ દબાણ લાવવાની શકયતા છે.ચીન પ્રત્યે વોલ્ટઝનું ટીકાત્મક વલણ ટ્રમ્પના અભિગમને વધુ મજબૂત બનાવી શકે છે અને ભવિષ્યમાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસી શકે છે.
રાષ્ટ્ર્રીય સુરક્ષા સલાહકારનું મહત્વ
રાષ્ટ્ર્રીય સુરક્ષા સલાહકાર એ ખૂબ જ મહત્વપૂર્ણ પદ છે જે રાષ્ટ્ર્રપતિને સીધી સલાહ આપે છે. આ પદ માટે સેનેટની પુષ્ટ્રિની જર નથી, તેથી તે સીધી રાષ્ટ્ર્રપતિની પસંદગી દ્રારા ભરી શકાય છે. આ પદ સંભાળતી વખતે, વોલ્ટઝને રાષ્ટ્ર્રીય સુરક્ષાના મુખ્ય મુદ્દાઓ પર ટ્રમ્પને માહિતી પ્રદાન કરવાની અને વિવિધ સરકારી એજન્સીઓ સાથે સંકલન કરવાની જવાબદારી રહેશે. આ નિમણૂક એ પણ સંકેત આપે છે કે ટ્રમ્પ તેમની વ્યૂહરચના વધુ શકિતશાળી અને ગતિશીલ બનાવવા માટે પ્રતિબદ્ધ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech