ટ્રમ્પની ભારત પર વધુ ટેરિફ લગાવવાની ધમક

  • December 18, 2024 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ પ્રતિનિધિ
વોશિંગટન
અમેરિકાના નિયુકત થનારા રાષ્ટ્ર્રપતિ ટ્રમ્પે ભારતની ચીજો પર ટેરીફ લાદવાની ધમકી આપી છે. અગાઉ તેઓ કેનેડા, મેકિસકો અને ચીનને આવી ધમકી આપી ચુકયા છે. અમેરિકી રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યારથી ચૂંટણી જીત્યા છે ત્યારથી તેમના નિર્ણયોથી બધાને આશ્ચર્યચકિત કરી રહ્યા છે. હવે ફરી એકવાર તેમણે એવું નિવેદન આપ્યું છે જે ભારત માટે ચિંતાનું કારણ છે. હવે એક કાર્યક્રમ દરમિયાન તેમણે ભારતને ચેતવણી આપી હતી કે તેઓ ભારતના સામાન પર સમાન ટેરિફ લાદશે.
ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે ભારત અમેરિકાના ઉત્પાદનો પર ખુબ વધુ ટેકસ લગાવે છે એટલે અમે તેમના પર પણ તેટલો જ ટેકસ લગાવીશું. ચીન સાથે સંભવિત વેપાર સમજૂતી પર પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં તેમણે આ ટિપ્પણી કરી હતી. આ પછી તેમણે કહ્યું કે ભારત અને બ્રાઝિલ એવા દેશોમાં સામેલ છે જે કેટલાક અમેરિકન ઉત્પાદનો પર ઉચ્ચ ટેરિફ લાદે છે. હવેથી જે પણ અમારી પાસેથી ચાર્જ લેશે એટલો જ ચાર્જ અમે પણ કરીશું. ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ જાન્યુઆરીમાં સત્તા

સંભાળવાના પ્રથમ દિવસે ઓર્ડર પર હસ્તાક્ષર કરશે, જે હેઠળ મેકિસકો અને કેનેડાથી આવતા તમામ માલસામાન પર ૨૫ ટકા ટેરિફ લાદવામાં આવશે. યાં સુધી તેઓ તેમના દેશોમાંથી યુ.એસ.માં ગેરકાયદેસર ઇમિગ્રન્ટસ અને ડ્રગ્સ ખાસ કરીને ફેન્ટાનાઇલના પ્રવાહને અટકાવે નહીં ત્યાં સુધી. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે જો ચીને ફેન્ટાનાઈલ દવાને અમેરિકામાં આવતા રોકવા માટે નિર્ણાયક પગલાં નહીં ભર્યા તો તે હાલના દરો ઉપરાંત ચીનથી આવતા સામાન પર ૧૦ ટકા ટેરિફ લાદશે.
યુએસ પ્રમુખ જો બાઈડેને રાષ્ટ્ર્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અભિગમને 'મોટી ભૂલ' ગણાવી હતી. તેમણે વોશિંગ્ટન સ્થિત થિંક ટેન્ક બ્રુકિંગ્સ ઈન્સ્િટટૂશનમાં આપેલા ભાષણમાં આ અંગે ટિપ્પણી કરી હતી. બાઈડેને કહ્યું કે તેઓ (ટ્રમ્પ) આ દેશમાં આયાત કરાયેલા તમામ માલ પર મોટા પાયે સાર્વત્રિક ટેરિફ લાદવા માટે પ્રતિબદ્ધ દેખાય છે, એવી ખોટી માન્યતા હેઠળ કે અમેરિકન ગ્રાહકોને બદલે વિદેશી દેશો ટેરિફનો ખર્ચ ઉઠાવશે. રાષ્ટ્ર્રપતિ બાઈડેને કહ્યું કે તમને શું લાગે છે કે તેના માટે કોણ ચૂકવણી કરશે? હત્પં માનું છું કે આ અભિગમ એક મોટી ભૂલ છે. અમે છેલ્લા ચાર વર્ષમાં સાબિત કયુ છે કે આ અભિગમ ભૂલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application