રાષ્ટ્રપતિના શપથ પૂર્વે ટ્રમ્પની કસોટી 10મીએ હશ મની કેસમાં કોર્ટનો ચુકાદો

  • January 04, 2025 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોઈ પણ દેશ કે માનવ સભ્યતાના રાજકીય ઈતિહાસમાં સંભવત: આ પહેલીવાર હશે જ્યારે કોઈ વ્યક્તિ દેશના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે અને તે પહેલા જ કોર્ટ તેને કોઈ કેસમાં સજા સંભળાવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાના થોડા દિવસો પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પ્ને 10 જાન્યુઆરીએ ન્યૂયોર્કના ’હશ મની’ કેસમાં સજા સંભળાવવામાં આવશે. જોકે, ન્યૂયોર્કના જજ જુઆન માર્ચને સંકેત આપ્યા છે કે ટ્રમ્પ્ને જેલમાં મોકલવામાં આવશે નહીં. જજે પોતાના આદેશમાં કહ્યું છે કે ટ્રમ્પ સુનાવણીમાં રૂબરૂ અથવા વર્ચ્યુઅલ રીતે હાજરી આપી શકે છે. વાસ્તવમાં, ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની જીતનું કારણ આપીને આ કેસને બરતરફ કરવાની માંગ કરી હતી. તેમની લીગલ ટીમે પણ જજના નિર્ણયની ટીકા કરી અને તેને ગેરકાયદેસર ગણાવ્યો. ટીમે માંગણી કરી હતી કે આ કેસને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે, પરંતુ તેમ થયું નથી.અને 10મીએ કોર્ટ ચુકાદો સંભળાવશે.

'શરતી ડિસ્ચાર્જ’ આપવાનો જજનો નિર્ણય

રિપોર્ટ અનુસાર જજ માર્ચને કહ્યું કે ટ્રમ્પ્ને જેલમાં મોકલવાને બદલે તેમને શરતી ડિસ્ચાર્જ આપવામાં આવશે. ન્યાયાધીશે એ પણ સ્પષ્ટ કર્યું કે આ સજાથી રાષ્ટ્રપતિના કાર્યો પર કોઈ અસર નહીં પડે. તેણે વિકલ્પો આપ્યા છે કે સજાની તારીખ 2029 સુધી મોકૂફ રાખી શકાય અથવા ટ્રમ્પ્ને જેલથી બચવાની ખાતરી આપી શકાય.

ટ્રમ્પ સામે ત્રણ કેસ પેન્ડિંગ
દોષિત ઠેરવવામાં આવ્યા હોવા છતાં વ્હાઇટ હાઉસમાં સેવા આપ્નારા ટ્રમ્પ પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બનશે. તેમની સામે વધુ ત્રણ કેસ પેન્ડિંગ છે, જેમાં ગોપ્નીય દસ્તાવેજોના આરોપો અને 2020ની ચૂંટણીના પરિણામોને પલટાવવાના પ્રયાસનો સમાવેશ થાય છે. જો કે, તેમની ઉંમર, તેમની કાનૂની અને રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને નિષ્ણાતો માને છે કે ટ્રમ્પ્ને જેલમાં મોકલવામાં આવશે નહીં.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application