ટ્રમ્પે ગેરકાયદે ભારતીયોને વિમાનમાં ભરી પરત મોકલ્યા

  • February 04, 2025 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ પ્રતિનિધિ
વોશિંગ્ટન
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ પદ ગ્રહણ કરતા વેત જ સપાટો બોલાવ્યો છે અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટસ સામેના મોટા અભિયાનના ભાગ પે સામૂહિક દેશનિકાલ શ કર્યેા.જેમાં ભારતમાંથી ગેર કાયદે પ્રવેશેલા ભારતીયો સામે પણ કડક કાર્યવાહી કરી છે અને એક અમેરિકન લશ્કરી વિમાન ગેરકાયદેસર ઇમિગ્રન્ટસને લઈને ભારત માટે રવાના કરી દેવામાં આવ્યું છે. આ લોકો આવતા ૨૪ કલાકમાં ભારત આવી જશે.ભારતીયોને સી–૧૭ લશ્કરી વિમાન દ્રારા મોકલવામાં આવી રહ્યા છે. રોઇટર્સના અહેવાલ મુજબ, યુએસ અધિકારીઓએ પુષ્ટ્રિ આપી છે કે વિમાન ઓછામાં ઓછા ૨૪ કલાકમાં ભારત પહોંચી જશે.
વ્હાઇટ હાઉસ પરત ફર્યા પછી રાષ્ટ્ર્રપતિ ટ્રમ્પનો આ પહેલો ભારત દેશનિકાલ છે. ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે અમેરિકામાં ભારતીય ગેરકાયદેસર ઇમિગ્રન્ટસના મુદ્દા પર ચર્ચા કરી. અગાઉ, ભારત ગેરકાયદેસર

ઇમિગ્રન્ટસને પાછા લેવા માટે સંમત થયું હતું અને લગભગ ૧૮,૦૦૦ ગેરકાયદેસર ઇમિગ્રન્ટસને પરત લાવવાની વાત કરી હતી.
યુએસ આર્મી પાસેથી પણ મદદ માંગી
ગેરકાયદેસર ઇમિગ્રન્ટસ સામેના આ અભિયાનમાં ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસ સેનાની પણ મદદ માંગી છે. આ માટે, યુએસ–મેકિસકો સરહદ પર વધારાના સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે અને ઇમિગ્રન્ટસને રાખવા માટે લશ્કરી થાણાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટસને પાછા મોકલવા માટે લશ્કરી વિમાનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંતર્ગત, સ્થળાંતર કરનારાઓને ગ્વાટેમાલા, પે અને હોન્ડુરાસ જેવા દેશોમાં દેશનિકાલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ભારત સૌથી દૂરનું સ્થાન છે યાં દેશનિકાલ લાઇટ જશે.
ટ્રમ્પ અને મોદી વચ્ચે ઇમિગ્રેશન અંગે ચર્ચા
ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને પીએમ મોદી સાથે ફોન પર વાતચીત દરમિયાન ગેરકાયદેસર ઇમિગ્રેશન અંગે ચર્ચા કરી હતી. ટ્રમ્પે કહ્યું કે ભારત ગેરકાયદેસર ઇમિગ્રન્ટસને પાછા લેવા માટે યોગ્ય પગલાં લેશે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ વચ્ચે સકારાત્મક વાતચીત થઈ અને બંને દેશો વચ્ચે સહયોગ અંગે ચર્ચા થઈ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application