કેનેડાને અમેરિકાનું ૫૧મું રાજય બનાવવું છે?: ટ્રમ્પે ટ્રુડો સાથે કરી મજાક

  • December 04, 2024 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગયા શુક્રવારે ફલોરિડામાં અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ડિનર કયુ હતું. ટ્રમ્પે ધમકી આપી હતી કે જો તે યુ.એસ.માં ગેરકાયદેસર ઇમિગ્રન્ટસ અને ડ્રગ્સના પ્રવાહને રોકવામાં નિષ્ફળ જશે તો ઉત્તર અમેરિકન દેશથી આયાત પર ૨૫ ટકા ટેરિફ લાદશે. જે બાદ તરત જ ટ્રુડો કોઈપણ પૂર્વ આયોજિત આયોજન વગર તેમને મળવા પહોંચી ગયા હતા.
મળતી માહિતી અનુસાર, માર–એ–લાગોમાં લગભગ ત્રણ કલાક ચાલેલી બેઠકમાં ટ્રમ્પે જણાવ્યું કે તેમને આશા છે કે આવતા વર્ષે ૨૦ જાન્યુઆરી સુધીમાં આ મુદ્દે બદલાવ આવશે. ટ્રમ્પ ૨૦ જાન્યુઆરીએ ફરી એકવાર ઓવલ ઓફિસનો હવાલો સંભાળશે. જોકે, ટ્રુડોને પોતાનો સંદેશ પહોંચાડવાની ટ્રમ્પની રીત તદ્દન અલગ હતી. સૂત્રોએ જણાવ્યું છે કે ડિનર દરમિયાન ટ્રુડોએ ટ્રમ્પને કહ્યું કે નવા ટેરિફ કેનેડિયન અર્થવ્યવસ્થાને નષ્ટ્ર કરશે. ટ્રુડોની ચિંતા પર કટાક્ષ કરતા અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્ર્રપતિએ મજાક કરતા કહ્યું કે કેનેડાને અમેરિકાનું ૫૧મું રાય બનાવી દેવું છે?
માહિતી અનુસાર, બંને નેતાઓ વચ્ચેની ચર્ચાનો મુખ્ય ફોકસ ટેરિફ, સીમા સુરક્ષા અને વેપાર ખાધ પર હતો. વાતચીત સાંભળનારા બે લોકોને ટાંકીને કહ્યું કે ટ્રમ્પે ટ્રુડોનું સાં સ્વાગત કયુ પરંતુ તેમણે સ્પષ્ટ્ર કયુ કે તેઓ કેનેડા પાસેથી શું ઈચ્છે છે. જેમ જેમ ચર્ચા આગળ વધી, ટ્રમ્પે ટ્રુડો પર યુએસ–કેનેડા સરહદને સુરક્ષિત કરવામાં નિષ્ફળ જવાનો આરોપ મૂકયો અને કહ્યું કે તેમણે ડ્રગ્સ અને ૭૦ થી વધુ દેશોના ગેરકાયદેસર ઇમિગ્રન્ટસ સહિત લોકોને યુએસમાં પ્રવેશવાની મંજૂરી આપી. ટ્રમ્પે ટ્રુડોને કોઈ અનિશ્ચિત શબ્દોમાં કહ્યું હતું કે જો કેનેડા સરહદના મુદ્દાઓ અને વેપાર ખાધને ઠીક કરી શકતું નથી, તો તેઓ તેમના કાર્યાલયના પ્રથમ દિવસે તમામ કેનેડિયન ઉત્પાદનો પર ૨૫ ટકા ટેરિફ લાદશે. ટ્રમ્પની ચેતવણીના જવાબમાં, ટ્રુડોએ કહ્યું કે તેઓ ટેરિફ લાદી શકતા નથી કારણ કે તે કેનેડાની અર્થવ્યવસ્થાને નષ્ટ્ર કરશે. ટ્રમ્પે જવાબ આપતા કહ્યું કે તો શું તમારો દેશ યાં સુધી અમેરિકા પાસેથી ૧૦૦ અબજ ડોલર લૂંટીને જ આબાદ થશે?'
આ વાતચીતના સંદર્ભમાં અહેવાલમાં જણાવ્યું છે કે ટેરિફથી બચવા માટે ટ્રમ્પે ટ્રુડોને સૂચન કયુ હતું કે તેઓ કેનેડાને અમેરિકાનું ૫૧મું રાય બનાવે, જેના કારણે કેનેડાના વડા પ્રધાન ગભરાઈને હસ્યા. ટ્રમ્પ ત્યાં જ અટકયા નહોતા પરંતુ ટ્રુડોને કહ્યું કે વડા પ્રધાન વધુ સારી પોસ્ટ છે, જો કે તેઓ હજુ પણ ૫૧માં રાયના ગવર્નર બની શકે છે. જો કે, સૂત્રોનું કહેવું છે કે આ વાતચીત દરમિયાન ટેબલ પર હાજર લોકો ખૂબ હસ્યા હોવા છતાં ટ્રમ્પે ટ્રુડોને હળવા સ્વરમાં તેમનો કડક સંદેશ આપ્યો છે કે તેઓ ૨૦ જાન્યુઆરી સુધીમાં પરિવર્તનની અપેક્ષા રાખે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application