ઈલોન મસ્ક ટિકટોક ખરીદી શકે એવી શક્યતા, ટ્રમ્પે આપ્યા સંકેત

  • January 22, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચીનની સોશિયલ મીડિયા એપ ટિકટોકને લઈને અમેરિકામાં ચાલી રહેલો વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આવી સ્થિતિમાં, હવે એવા સંપૂર્ણ સંકેતો મળી રહ્યા છે કે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક અમેરિકામાં લોકપ્રિય ચીનની એપ ખરીદી શકે છે. ટ્રમ્પ્ના તાજેતરના નિવેદનથી મસ્કના ટિકટોક ખરીદવાના દાવાને વધુ વેગ મળ્યો છે.
20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી ડોનાલ્ડ ટ્રમ્પે 75 દિવસ માટે ટિકટોક પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે જો ટિકટોકની પેરેન્ટ કંપ્ની તેની એપ્નો 50 ટકા હિસ્સો અમેરિકાને વેચે તો તે વધુ સારું રહેશે. તેમના નિવેદન પછી જ્યારે અમેરિકન પત્રકારોએ ટ્રમ્પ્ને પૂછ્યું કે શું એલોન મસ્ક આ એપ ખરીદશે? તો પત્રકારોને જવાબ આપતા ટ્રમ્પે કહ્યું કે જો મસ્ક ટિકટોક ખરીદે છે તો તેઓ(ટ્રમ્પ) આ સોદા માટે તૈયાર છે. ટ્રમ્પ્ના આ નિવેદન બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઈલોન મસ્ક ટિકટોકના નવા માલિક બની શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક વિશે બીજી ઘણી વાતો કહી છે. તેમણે કહ્યું કે હું ટિકટોકના માલિકને મળ્યો છું. જો ટિકટોકને પરવાનગી ન મળે તો તે નકામું છે અને જો તેને પરવાનગી મળે તો તેની કિંમત એક ટ્રિલિયન ડોલર જેટલી છે. એટલે હું કોઈને, કોઈપણ અમેરિકનને તે ખરીદવાનું કહેવા માંગુ છું. એ પછી અમે તેના સંચાલન માટે પરવાનગી આપીશું.
ટ્રમ્પે આગળ કહ્યું કે જો કોઈ અમેરિકન ટિકટોક ખરીદે છે, તો તેમની પાસે એક શાનદાર ભાગીદાર (અમેરિકા) હશે. આ ડીલ પછી, અમેરિકા અને ટિકટોક પાસે કંઈક એવું હશે જે અમૂલ્ય છે. આમ પણ અમે યુવાનોના મતોને કારણે અમેરિકામાં જીત્યા છીએ અને મને લાગે છે કે મેં ટિકટોક દ્વારા ચૂંટણી જીતી. એટલા માટે ટિકટોક મારા હૃદયમાં ખાસ સ્થાન ધરાવે છે.
શોર્ટ વિડીયો એપ ટિકટોકના અમેરિકામાં 17 કરોડ સક્રિય યુઝર્સ છે. અમેરિકાએ અગાઉ રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને ટિકટોકની પેરેન્ટ કંપ્ની બાઇટડાન્સને એપ વેચવા કહ્યું હતું. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે ચીનના અધિકારીઓએ યુએસમાં ઈલોન મસ્કને ટિકટોક વેચવા અંગે પ્રારંભિક વાતચીત કરી હતી. જોકે, એપ્ના માલિકો આ વાતનો ઇનકાર કરી રહ્યા છે.
અમેરિકાની પાછલી જો બાઈડેન સરકારે સોશિયલ મીડિયા એપ ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના રાજ્યાભિષેકના દિવસે જ ટિકટોક પરનો પ્રતિબંધ 75 દિવસ માટે ઉઠાવી લીધો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application