યુ.એસ.માં જેમ જેમ ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ બંને પક્ષોના નેતાઓએ વાયદાઑ કરવાનું શરૂ કરી દીધું છે. આજ ક્રમમા ડોનાલ્ડ ટ્રમ્પે યુ.એસ.ની કોલેજોમાંથી વિદેશી સ્નાતકોને ગ્રીન કાર્ડ ઓફર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે ઈમિગ્રેશન અંગેના તેમના કડક વલણની વિરુદ્ધમાં છે.
અહેવાલ મુજબ, ટ્રમ્પે ગુરુવારે પ્રકાશિત પોડકાસ્ટમાં આ ટિપ્પણી કરી હતી, જે યુએસ નાગરિકો સાથે લગ્ન કરેલા ઇમિગ્રન્ટ્સ માટે નાગરિકત્વનો માર્ગ પ્રદાન કરવા માટેના રાષ્ટ્રપતિ જો બાઈડનના તાજેતરના પગલાથી વિરોધાભાસી છે, બાઈડન દ્વારા ગેરકાયદેસર સરહદ ક્રોસિંગ પરના તાજેતરના ક્રેકડાઉન છતાં નિયંત્રણને કડક બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
ટ્રમ્પે ઓલ-ઇન પોડકાસ્ટને કહ્યું કે હું શું કરવા માંગુ છું, અને હું શું કરીશ, તે એ છે કે જ્યારે તમે કોલેજમાંથી સ્નાતક થશો, ત્યારે મને લાગે છે કે તમને તમારા ડિપ્લોમાના ભાગ રૂપે આપમેળે ગ્રીન કાર્ડ મળી જવું જોઈએ, કેમ કે તમારે તેની જરૂર છે આ તેથી તમે આ દેશમાં સરળતાથી રહી શકો. ગ્રીન કાર્ડ એ યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયમી નિવાસી કાર્ડ માટે સામાન્ય રીતે વપરાતું નામ છે અને નાગરિકતા તરફ એક પગલું છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે આમાં કોઈપણ વ્યક્તિ કે જેઓ કોલેજમાંથી સ્નાતક થાય છે, જેઓ બે વર્ષના પ્રોગ્રામ્સ પૂર્ણ કરે છે, તેમને ગ્રીન કાર્ડ મળવું જોઈએ. પોડકાસ્ટ પર શરૂઆતમાં પૂછવામાં આવ્યું કે શું તે વિશ્વભરના શ્રેષ્ઠ અને તેજસ્વી લોકોને અમેરિકામાં વસવાટ કરવામાં મદદ કરવાનું વચન આપશે, ટ્રમ્પે જવાબ આપ્યો: હું વચન આપું છું.
તેમણે ઉમેર્યું: મને એવી ઘટનાઓ વિશે ખબર છે કે જ્યાં લોકો ટોચની કોલેજમાંથી સ્નાતક થયા છે, અને તેઓ અહીં જ રહેવા માંગે છે, પણ નિયમોના કારણે તેઓને હતાશ થવું પડે છે. તેઓ ભારત પાછા જાય, ચીન પાછા જાય છે, અને ત્યાં જઈને પોતાની આવડત પર કંપ્નીઓમાં જોડાય છે અને લોકોને રોજગારી આપતા મલ્ટી મિલિયોનર બની જાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે યુએસ કંપ્નીઓને સ્માર્ટ લોકોની જરૂર છે, અહીથી ગ્રેજ્યુએટ થયેલા લોકો કોઈ કંપ્ની સાથે જોબની ડીલ પણ કરી શકતા નથી કારણ કે તેઓ માનતા નથી કે તેઓ દેશમાં રહી શકશે.
ટ્રમ્પ્ના 2017-2021ના પ્રમુખપદ દરમિયાન, તેમણે યુએસ-મેક્સિકો સરહદ પર દિવાલ બનાવવાનો આદેશ આપ્યો હતો અને મોટાભાગે મુસ્લિમ દેશોના લોકો પર મુસાફરી પ્રતિબંધ લાગુ કર્યો હતો. જો કે, રાષ્ટ્રપતિ બાઈડને યુએસ નાગરિકોના આશરે 500,000 લાઈફ પાર્ટનર્સ માટે વિઝા નિયમો હળવા કયર્િ અને નાગરિકત્વ માટે તેમના માર્ગને સરળ બનાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોનાલી ઠાકુરની તબિયત લાઈવ કોન્સર્ટમાં લથડી
January 23, 2025 12:29 PMએકતા કપૂરને વૃદ્ધત્વ વિરોધી દવાઓ વિષે સંશોધનમાં વિશેષ રસ
January 23, 2025 12:28 PMનેહા ધૂપિયા અને રિયા ચક્રવર્તી વચ્ચે જોરદાર બોલાચાલી
January 23, 2025 12:26 PMફ્લોપનું લેબલ ધરાવતા અક્ષયની સેન્સ ઓફ હ્યુમર જબરી
January 23, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech