ટ્રમ્પ રાષ્ટ્ર્રપતિની ચૂંટણી લડી નહીં શકે

  • December 20, 2023 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકી રાષ્ટ્ર્રપતિની ચૂંટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો ચૂંટણી પ્રચાર તેજ કરી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમને મોટો ઝટકો લાગ્યો છે. હવે તે ૨૦૨૪ની ચૂંટણી લડી શકશે નહીં. કેપિટલ હિલ ઘેરાબંધી કેસમાં કોલોરાડો સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને ગેરલાયક ઠેરવ્યા છે. આ મામલો ૬ જાન્યુઆરી ૨૦૨૧નો છે. રાષ્ટ્ર્રપતિપદની ચૂંટણી ટ્રમ્પહાર્યા પછી જો બાઈડનને પ્રમુખ તરીકે જાહેર કરવા માટે અમેરિકાની સંસદની બેઠક કેપિટલ હિલ ખાતે મળી ત્યારે ત્રમ્પે પોતાના સમર્થકોને ઉશ્કેર્યા હતા અને તોફાનો કરાવ્યા હતા. ત્રમ્પના સમર્થકો હથિયારો લઈને સંસદમાં ઘુસી ગયા ગાતા અને તોફાન મચાવ્યા હતા.તે કેસ સંદર્ભે આ ચુકાદો આપવામાં આવ્યો છે. જો કે,ટ્રમ્પની પાસે અપીલ કરવા માટે હજુ ૪ જાન્યુઆરી સુધીનો સમય છે, યાંથી તેમને રાહત મળી શકે.


અદાલતે જણાવ્યું છે કે યુએસ બંધારણ યુએસ સરકાર સામે હિંસા ભડકાવવામાં તેની ભૂમિકાને કારણે આગામી રિપબ્લિકન નોમિનેશન માટે ટ્રમ્પને રાષ્ટ્ર્રપતિની ચૂંટણી લડવા પર પ્રતિબધં મૂકે છે.રાયની સર્વેાચ્ચ અદાલતનો નિર્ણય માત્ર કોલોરાડોને જ લાગુ પડે છે, પરંતુ ઐતિહાસિક નિર્ણય ૨૦૨૪ના રાષ્ટ્ર્રપતિ અભિયાનને અસર કરશે. કોલોરાડોના ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું છે કે ૫મી માર્ચની જીઓપી પ્રાઈમરી માટે ઉમેદવારોની નક્કી કરવાની વૈધાનિક સમયમર્યાદા, જાન્યુઆરી ૫ સુધીમાં કેસનો ઉકેલ લાવવાની જર છે. કોર્ટ કહે છે કે યારે કેપિટલ હિલ ઘેરાબંધી હેઠળ હતી ત્યારે રાષ્ટ્ર્રપતિ ટ્રમ્પે હત્પમલાને ઉશ્કેર્યેા હતો એટલું જ નહીં, તેમણે વારંવાર કહ્યું હતું કે ઉપરાષ્ટ્ર્રપતિ (માઇક) પેન્સે તેમની બંધારણીય ફરજ બજાવવાનો ઇનકાર કરવો જોઈએ. તે જ સમયે, સેનેટરોને બોલાવવામાં આવ્યા હતા અને ચૂંટણી મતોની ગણતરી રોકવા માટે કહેવામાં આવ્યું હતું.
આ સિવાય કોર્ટે ટ્રમ્પના ભાષણની ઈમ્યુનીટીના દાવાને ફગાવી દીધા હતા. એ પણ કહ્યું કે ૬ જાન્યુઆરીએ ટ્રમ્પનું ભાષણ પ્રથમ સુધારા દ્રારા ઈમ્યુનીટીથી સુરક્ષિત નથી. હકીકતમાં, ગૃહયુદ્ધ પછી બહાલી આપવામાં આવેલ ૧૪મો સુધારો, જણાવે છે કે જે અધિકારીઓ બંધારણને સમર્થન આપવા માટે શપથ લે છે તેઓ જો બળવામાં જોડાય તો ભવિષ્યમાં સેવા આપવા પર પ્રતિબધં છે. જો કે, તે પ્રમુખપદની મુદતનો સ્પષ્ટ્ર ઉલ્લેખ કરતું નથી અને ૧૯૧૯ થી માત્ર બે વાર જ આગ્રહ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application