સમગ્ર વિશ્વને ટેરિફના ડરથી ધ્રુજાવનારા અમેરિકી પ્રમુખ ટ્રમ્પ ઝટકા આપવાનું બંધ નથી કરતા, તેમને વધુ એક જાહેરાત કરી છે કે અમે ટુક સમયમાં ફાર્મા કંપનીઓ પર પણ ભારે ટેરિફ લાદીશું. જેના લીધે ભારતીય કંપનીઓને પણ મોટી અસર થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે મારું કામ અમેરિકન સ્વપ્નનું રક્ષણ કરવાનું છે. મારે અમેરિકન નાગરિકોનું રક્ષણ કરવું પડશે, એ મારું કામ છે.
નોંધનીય છે કે ભારતની કુલ યુએસ નિકાસમાં ફાર્માનો હિસ્સો ૧૧ ટકા છે અને વાર્ષિક આશરે ૭૬,૦૦૦ કરોડ રૂપિયાના ફાર્મા ઉત્પાદનો અમેરિકામાં નિકાસ થાય છે. ભારતીય ફાર્મા કંપનીઓમાં, ગ્લેન્ડ ફાર્મા તેની કુલ આવકના 50% યુએસમાંથી કમાય છે, અરબિંદો ફાર્મા 48%, ડૉ. રેડ્ડીઝ લેબ 47%, ઝાયડસ લાઇફ 46%, લ્યુપિન 37%, સન ફાર્મા 32%, સિપ્લા 29% અને ટોરેન્ટ ફાર્મા 9% હિસ્સો ધરાવે છે.
આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીય ફાર્મા કંપનીઓની અમેરિકા પર ભારે નિર્ભરતા તેમને વૈશ્વિક સ્પર્ધામાં મજબૂતી આપે છે. આ પહેલા ટ્રમ્પે ચીન પર ૫૦ ટકા વધારાનો ટેરિફ લાદ્યો હતો, જેના કારણે ચીન પર કુલ ટેરિફ ૧૦૪ ટકા થઈ ગયો છે.
વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં મીડિયાને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે 2 એપ્રિલને અમેરિકા માટે મુક્તિ દિવસ તરીકે ઓળખાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને ઘણા સમયથી આ મુક્તિ દિવસની જરૂર હતી. હવેથી, 2 એપ્રિલને અમેરિકન ઉદ્યોગના પુનર્જન્મ તરીકે યાદ કરવામાં આવશે. આપણે આ દિવસને એ દિવસ તરીકે યાદ રાખીશું જ્યારે અમેરિકા ફરીથી એક સમૃદ્ધ રાષ્ટ્ર બન્યું. આપણે અમેરિકાને ફરીથી સમૃદ્ધ બનાવીશું.
સ્ટીલ, એલ્યુમિનિયમ, તેલ ,ગેસ અને સેમિકન્ડક્ટર સહિતની આયાત પર ટેરિફ વધશે
ટ્રમ્પ વહીવટીતંત્રે તેની પારસ્પરિક ટેરિફ નીતિમાંથી ફાર્માસ્યુટિકલ્સ અને સેમિકન્ડક્ટર્સને બાકાત રાખ્યા હતા. પરંતુ હવે તેઓ તેમાંથી પાછળ હટી રહ્યા હોય તેવું લાગે છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ આગામી મહિનાઓમાં સ્ટીલ, એલ્યુમિનિયમ, તેલ અને ગેસ, ફાર્માસ્યુટિકલ્સ અને સેમિકન્ડક્ટર સહિત વિવિધ પ્રકારની આયાત પર ટેરિફ લાદશે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું નથી કે ટેરિફ કેટલો હશે અથવા કયા દેશોને ખાસ લક્ષ્ય બનાવવામાં આવશે. તેમના નિવેદનથી વૈશ્વિક દવા ઉદ્યોગ અને આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધોમાં ખળભળાટ મચી ગયો છે.
ઓસ્ટ્રેલિયા સાથેના સંબંધો પર સંભવિત અસર
ટ્રમ્પની આ ટિપ્પણી તેમના વેપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીરના કહેવાના કલાકો બાદ આવી છે કે અમેરિકાએ ટેરિફ દ્વારા પેદા થતા નાણાંનો ઉપયોગ ઓસ્ટ્રેલિયા સાથેની વેપાર ખાધ ઘટાડવા માટે કરવો જોઈએ. અમેરિકાની1.2 ટ્રિલિયન ડોલર વૈશ્વિક વેપાર ખાધનો ઉલ્લેખ કરીને ગ્રીરે તેને એક વ્યૂહાત્મક પગલું ગણાવ્યું. જોકે અમેરિકાનો ઓસ્ટ્રેલિયા સાથે વેપાર સરપ્લસ છે, આવી નીતિ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે. ટ્રમ્પે ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં સબસિડીવાળી દવા પ્રણાલીઓ, જેમ કે ફાર્માસ્યુટિકલ બેનિફિટ્સ સ્કીમ નો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું, "આ અન્ય દેશો ખૂબ જ હોંશિયાર છે.
ટ્રમ્પનું ટીએસએમસીને અલ્ટીમેટમ
ટ્રમ્પે તાઇવનની સેમિકન્ડક્ટર કંપની ટીએસએમસીને પણ ચેતવણી આપી હતી કે જો તે અમેરિકામાં પ્લાન્ટ નહીં બનાવે તો તેના પર 100% ટેક્સ લાદવામાં આવી શકે છે. તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બઈડેનના વહીવટની પણ ટીકા કરી હતી, અને કહ્યું હતું કે ટીએસએમસીને ફોનિક્સ, એરિઝોનામાં તેના પ્લાન્ટ માટે 6.6 બિલિયન ડોલરની સબસિડી આપવી ખોટી હતી, કારણ કે આ પ્રદેશની કંપનીઓને સરકારી મદદની જરૂર નથી.
યુએસમાં અપાતા દર 10 પ્રિસ્ક્રિપ્શનમાંથી 4 ભારતીય કંપનીની દવાના
ભારતનો દવા ઉદ્યોગ દેશનો સૌથી મોટો ઔદ્યોગિક નિકાસ ક્ષેત્ર છે. ૨૦૨૪ માં, ભારતે અમેરિકાને ૧૨.૭૨ બિલિયન યુએસ ડોલરની દવાઓની નિકાસ કરી. અમેરિકન આરોગ્ય વ્યવસ્થામાં ભારતીય દવા કંપનીઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. 2022 માં યુ.એસ.માં ભરાયેલા દર 10 પ્રિસ્ક્રિપ્શનમાંથી 4 ભારતીય કંપનીઓ દ્વારા ઉત્પાદિત દવાઓ માટે હતા. અહેવાલો અનુસાર, ભારતીય દવાઓએ 2022 માં યુએસ હેલ્થકેર સિસ્ટમને લગભગ 219 બિલિયન ડોલર બચાવવામાં મદદ કરી. 2013 થી 2022 સુધીમાં, આ આંકડો $1.3 ટ્રિલિયન સુધી પહોંચ્યો. નિષ્ણાતો માને છે કે જો અમેરિકા ભારતમાંથી આવતી દવાઓ પર ઊંચા ટેરિફ લાદે છે, તો તે ભારતીય દવા કંપનીઓની સ્પર્ધાત્મકતા પર પ્રતિકૂળ અસર કરશે. અમેરિકામાં કિંમતોની દ્રષ્ટિએ તેમના માટે ટકી રહેવું મુશ્કેલ બનશે અને ઉત્પાદન ખર્ચ પણ વધશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનશાકારક કોડાઈન સીરપના જથ્થાના સપ્લાયરની વધુ એક જામીન અરજી નામંજૂર
May 09, 2025 02:25 PMઅરબ સાગરમાં માત્ર 60 કિમીના જ અંતરે ભારત-પાકિસ્તાન નૌકાદળ અભ્યાસ કરશે
May 09, 2025 02:23 PMમહાનગરપાલિકામાં ભરતી શરૂ કરો; મ્યુનિ.કમિશનર સામે યુનિયન મેદાને
May 09, 2025 02:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech