કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો વિશે અબજોપતિ એલન મસ્કે મોટી ભવિષ્યવાણી કરી છે. મસ્કનો દાવો છે કે, ટ્રુડો આગામી ચૂંટણીમાં હારી જશે. હાલમાં જ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. ખાસ વાત એ છે કે, ટ્રમ્પ્ના પ્રચારમાં મસ્કની પણ મોટી ભૂમિકા હતી. નોંધનિય છે કે, ટ્રમ્પે પણ પોતાના ભાષણમાં ટેસ્લા ચીફનો ઘણી વખત ઉલ્લેખ કર્યો હતો. આમ પણ ડોનાલ્ડ ટ્રમ્પ્ને ટ્રુડો પસંદ નથી અને તેમને વારંવાર ટ્રુડોને ડાબેરીઓના પીઠ્ઠુ ગણાવ્યા છે. ટ્રમ્પ્ની જીતથી ટ્રુડોની મુશ્કેલીઓ વધવાની જ છે. ઉલ્લેખનીય છે કે કેનેડા પર અમેરિકાનું ભારે પ્રભુત્વ છે અને બાઈડેન વહીવટીતંત્રે ભારત સાથેના વિવાદમાં ટ્રુડો સરકારને સમર્થન આપ્યું હતું પણ હવે ટ્રમ્પ એવું કરે તેમ નથી.
હાલમાં જ એક યુઝરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં મસ્કને ટેગ કર્યો છે.
તેણે લખ્યું, એલન મસ્ક અમને ટ્રુડોથી છૂટકારો મેળવવા માટે તમારી મદદની જરૂર છે.’ આના પર મસ્કે જવાબ આપ્યો, ’તે આગામી ચૂંટણીમાં જશે.’ ખાસ વાત એ છે કે, કેનેડામાં ડિસેમ્બર 2025 પહેલા ચૂંટણી યોજાવાની છે અને હાલમાં ટ્રુડો તેમની જ લીબરલ પાર્ટીમાં વિરોધનો સામનો કરી રહ્યા છે.
ટ્રુડો કેનેડામાં આવનારી ચૂંટણીમાં ઘણી મોટી પાર્ટીઓનો સામનો કરશે. તેમાં વિપક્ષી નેતા પિયર પોલિવિયરની ક્ધઝર્વેટિવ પાર્ટી અને જગમીત સિંહની આગેવાનીવાળી એનડીપી એટલે કે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નામ સામેલ છે.
તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે, લિબરલ પાર્ટીના ઘણા સાંસદોએ ટ્રુડોને પદ પરથી હટાવવા માટે હસ્તાક્ષર કયર્િ હતા. જોકે વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો લિબરલ પાર્ટી પોતાના નેતૃત્વમાં ચૂંટણી લડવાના પક્ષમાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech