ટ્રુડો વ્યવહારિક નથી, આઠ વર્ષથી સત્તામાં હોવા છતાં કશું શીખ્યા નહિ

  • October 25, 2023 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેનેડા અને ભારત વચ્ચે વિવાદ ચાલુ છે. દરમિયાન, કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના વડાનું કહેવું છે કે આઠ વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી પણ જસ્ટિન ટ્રુડો ભારત સાથે સંબંધો બનાવી શકયા નથી. બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધો છે. જો તેઓ કેનેડાના વડાપ્રધાન બનશે તો તેઓ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સુધારશે.


ભારત સાથે ઔપચારિક સંબંધોની જરૂરી
કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રમુખ અને કેનેડિયન સંસદમાં વિરોધ પક્ષના નેતા પિયરે પોઈલિવરે એક રેડિયો શોમાં સામેલ થયા હતા. અહી તેમણે કહ્યું હતું કે અમારે ભારત સાથે ઔપચારિક સંબંધોની જર છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. અમે એકબીજા સાથે અસંમત હોઈ શકીએ છીએ પરંતુ ઔપચારિક સંબધં જરી છે. તેમણે ૪૧ કેનેડિયન રાજદ્રારીઓને કેનેડા પાછા મોકલવાના મામલામાં ટ્રુડો પર દોષનો ટોપલો ઢોળ્યો. તેઓએ કહ્યું કે કેનેડા માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વની દરેક મહાસત્તા સાથે વિવાદમાં છે.


હિંદુ મંદિરોમાં તોડફોડના પ્રશ્ન પર આપ્યો આ જવાબ
કેનેડામાં હિંદુ મંદિરોની તોડફોડના પ્રશ્ન પર પોઈલિવરે કહ્યું હતું કે હત્પં માનું છું કે જે લોકો હિંદુ મંદિરોને નુકસાન પહોંચાડે છે, લોકોને નુકસાન પહોંચાડે છે અથવા જેઓ સંપત્તિને નુકસાન પહોંચાડે છે તેમને ફોજદારી કેસનો સામનો કરવો જોઈએ.કેનેડાના વડા પ્રધાનના નિવેદન બાદ ભારત સાથેના સંબંધો બગડતાં ભારતે ૪૧ કેનેડિયન રાજદ્રારીઓને પાછા મોકલ્યા હતા. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવકતા મેથ્યુ મિલરે કહ્યું, ભારતમાં કેનેડાના રાજદ્રારી હાજરીને નોંધપાત્ર રીતે ઘટાડવાની માંગના જવાબમાં કેનેડિયન રાજદ્રારીઓના ભારતમાંથી વિદાયથી અમે ચિંતિત છીએ. અમેરિકાએ કહ્યું છે કે તેણે કેનેડાના આરોપોને ગંભીરતાથી લીધા છે. આ સિવાય બ્રિટનની સાથે ભારતને પણ આ હત્યાની તપાસમાં કેનેડાને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. કેનેડા સાથે તણાવ બાદ પશ્ચિમી સત્તાઓએ ભારતની નિંદા કરવાનું ટાળ્યું છે. રોયટર્સે વિશ્લેષકોને ટાંકીને કહ્યું કે અમેરિકા અને બ્રિટન ભારત સાથેના સંબંધોમાં કોઈ કડવાશ નથી ઈચ્છતા અને સંબંધોમાં કોઈપણ પ્રકારનું નુકસાન ઈચ્છતા નથી. બંને દેશો ભારતને તેમના મુખ્ય એશિયાઈ હરીફ ચીનની સામે રાખવા માંગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application