ખાલિસ્તાન સમર્થકોને ખોળે બેસાડવાનું ટ્રુડોને ભારે પડ્યું, અનેક સાંસદ નારાજ

  • June 08, 2024 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેનેડામાં ખાલિસ્તાનીઓએ હદ વટાવી દીધી છે.કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોએ ઓપરેશન બ્લુ સ્ટારની ૪૦મી વર્ષગાંઠ પર દિવંગત પીએમ ઈન્દિરા ગાંધીની હત્યાની ઝાંખી રજૂ કરી હતી. જેમાં તેમના અંગરક્ષકો દ્રારા કરાયેલી હત્યાને મહિમા ગાન કરવામાં આવ્યું હતું, જે સામે કેનેડાના જ ઘણા સાંસદોએ વિરોધ વ્યકત કર્યેા હતો અને ભારતીય મૂળના સાંસદે કહ્યું કે તેનો હેતુ હિંદુઓને ડરાવવાનો છે.પોતાના જ દેશમાં સાંસદોનો રોષ જોતા ખાલિસ્તાન સમર્થકોને ખોળે બેસાડવાનું ટ્રુડોને ભારે પડી રહ્યું છે.
કેનેડાએ ખાલિસ્તાન સમર્થકોને કંઈપણ કરવાની આઝાદી આપી છે. આ કારણે જ ઓપરેશન બ્લુ સ્ટારની ૪૦મી વર્ષગાંઠ પર ખાલિસ્તાન સમર્થકોએ સ્વર્ગસ્થ ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યાનો મહિમા ગાન કયુ હતું અને ખાલિસ્તાન સમર્થકોએ ઈન્દિરા ગાંધીની હત્યા સાથે જોડાયેલી એક ઝાંખી યોજી હતી, જેના કારણે ટ્રુડો સરકાર હવે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.કેનેડાના ઘણા સાંસદોએ આ અંગે પગલાં લેવાની માંગ કરી છે. કેનેડાના પબ્લિક સેટી મિનિસ્ટર ડોમિનિક લેબ્લેન્કે કહ્યું કે, 'વેનકુવરમાં ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા દર્શાવતી તસવીરો હોવાના અહેવાલ મળ્યા છે. હિંસાને પ્રોત્સાહન આપવું કેનેડામાં કયારેય સ્વીકાર્ય નથી.હિન્દુ કેનેડાના સાંસદ ચદ્રં આર્યએ આ ઘટનાની નિંદા કરી હતી. તેણે કહ્યું, 'વેનકુવરમાં ખાલિસ્તાન તરફી પોસ્ટરો સાથે હિંદુ, ભારતીય પીએમ ઈન્દિરા ગાંધીના શરીર પર ગોળીઓના કાણાં છે, તેમના અંગરક્ષકો હત્યારા તરીકે દેખાઈ રહ્યા છે,આ રીતે તો હિંદુ કેનેડિયનોમાં ફરી હિંસાનો ડર ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આર્યએ કહ્યું કે આ તાજેતરની ઘટના હિન્દુ કેનેડિયનો સામેની ધમકીઓનો સિલસિલો છે. થોડા વર્ષેા પહેલા બ્રેમ્પટનમાં પણ આવી જ ધમકીઓ આપવામાં આવી હતી. આતંકવાદી પન્નુએ હિન્દુઓને ભારત પાછા જવાની ધમકી આપી હતી


ખરૂ લક્ષ્ય હિન્દુઓ હોવાનો આક્ષેપ
ચદ્રં આર્યએ કેનેડામાં કાયદા અમલીકરણ એજન્સીઓ પાસેથી તાત્કાલિક પગલાં લેવાની હાકલ કરી છે. તેણે આશંકા વ્યકત કરી હતી કે બંદૂકોના ચિત્રો સાથેના ચિ઼ો બનાવવામાં આવી રહ્યા છે. જો આને પડકારવામાં નહીં આવે, તો ખરેખર આવું કંઈક થઈ શકે છે, તેમણે કહ્યું. ઈન્દિરાના કપાળ પર ગોળીનું નિશાન એ સુનિશ્ચિત કરવાનું છે કે કેનેડામાં હિંદુઓ જ લયાંકિત છે.' વાનકુવરમાં ઓપરેશન બ્લુ સ્ટારનો વિરોધ કરતા ઘણા પોસ્ટરો જોવા મળ્યા હતા. ઓપરેશન બ્લુ સ્ટાર એ ૧૯૮૪નું લશ્કરી ઓપરેશન હતું જેનો હેતુ ખાલિસ્તાની ઉગ્રવાદી નેતા જરનૈલ સિંહ ભિંડરાનવાલેને અમૃતસરના સુવર્ણ મંદિરમાંથી દૂર કરવાનો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News