પોરબંદરના રાણાવાવ ગામે પોલીસે બાતમીના આધારે વિદેશી દાના ૩૩૬ પાઉચ ભરેલા ટ્રક સાથે બોખીરાના રીલાયન્સ પેટ્રોલપંપ પાછળ રહેતા ઇસમને પકડી પાડયો છે અને તેની પાસે આ માલ મંગાવનાર છાયાના ખડા વિસ્તારના યુવાનનું નામ ખૂલતા તેની સામે પણ ગુન્હો દાખલ થયો છે.
રાણાવાવ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ફરીયાદી રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સરમણભાઇ દેવાયતભાઇ મા વગેરેને એવી ચોકકસ બાતમી મળી હતી કે રાણાવાવના સ્ટેશનપ્લોટ વિસ્તારમાંથી વિદેશી દાનો જથ્થો ભરીને એક ટ્રક પસાર થવાનો છે તેથી પોલીસે તાત્કાલિક સ્ટેશન રોડપર આવળ માતાજીના મંદિર સામે વોચ ગોઠવી હતી જેમાં એક ટ્રક રાણાવાવ તરફથી આવતો હતો જેને અટકાવીને ડ્રાયવરની પૂછપરછ કરતા બોખીરાના રીલાયન્સપેટ્રોલ પંપ પાછળ રામપાર્ક સોસાયટીમાં રહેતો નિલેષ જેઠા સોલંકી હોવાનુ જણાવ્યુ હતુ. ટ્રકની તલાશી લેતા કેબીનમાં સીટની નીચે ખાનામાંથી પુઠ્ઠાના સાત બોકસ મળી આવ્યા હતા. જે બોકસ ખોલતા ફ્રૂટી ટાઇપના વિદેશી દાના ૩૩૬ પાઉચ કબ્જે થયા હતા.
રાણાવાવ પોલીસમથકના સબ ઇન્સ્પેકટર આર.વી. મોરી, ફરીયાદી એવા પોલીસ કોન્સ્ટેબલ સરમણભાઇ દેવાયતભાઇ મારુ, ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ વાલાભાઇ, જયમલભાઇ સામતભાઇ, ભરતભાઇ કાનાભાઇ, કૃણાલસિંહ પ્રવીણસિંહ તથા હેડ કોન્સ્ટેબલ બી.જે. દાસાએ વધુ પૂછપરછ કરતા આ દા પોરબંદરના છાયા ખડા વિસ્તારમાં આવેલ જનતા સોસાયટીમાં રહેતા ટ્રકમાલિક રામ ઉર્ફે ભદો અરભમ ઓડેદરાએ મંગાવ્યો હોવાની કબુલાત કરતા પોલીસે આરોપી નિલેષ જેઠાભાઇ સોલંકીની જડતી લીધી હતી જેમાં તેની પાસેથી ૩૦૦૦ ા.નો મોબાઇલ પણ મળી આવ્યો હતો. તેથી ચાર લાખનો ટ્રક, ૬૫ ા.ના એક પાઉચ લેખે ૩૩૬ પાઉચની ૨૧,૮૪૦ની કિંમત ગણીને કુલ ા. ૪ લાખ ૨૪ હજાર ૮૪૦ નો મુદ્ામાલ પોલીસે કબ્જે કર્યો હતો તથા ટ્રકના માલિક રામ ઉર્ફે ભદો અરભમ સામે પણ ગુન્હો નોંધીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ટ્રાફિક નિયમનો ભંગ કરનારા ત્રણ વાહનચાલકો ઝડપાયા
રાણાવાવના રબારી કેડામાં રહેતા પુંજા હીરા કોડીયાતરે પોરબંદરના એમ.જી. રોડ પર પ્લાઝા શોપીંગ સેન્ટર સામે ટ્રાફિકને અડચણપ રીક્ષા પાર્ક કરતા ધરપકડ થઇ છે. પોરબંદરના વીરડીપ્લોટમાં રહેતા અનવર ઇસ્માઇલ કાબાવલીયાને શીતલાચોકમાંથી બેદરકારીભરી રીતે કાવા મારતા રીક્ષા ચલાવતા પકડી લેવાયો છે તો સુભાષનગરના સાગર શામજી ચામડીયાને નશાની હાલતમાં ડ્રાઇવીંગ લાયસન્સ વગર બાઇક ચલાવતા ધરપકડ થઇ છે.
પોરબંદર જિલ્લામાં ચાર શખ્શો પાસેથી મળ્યો ૨૬૦૦ ા.નો દેશી દા
પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટ શેરી નં. ૩માં રહેતા કાન્તી પ્રાગજી પાટણેશાને ૨૦૦ ા.ના દા સાથે, વીરડીપ્લોટના વણકરવાસમાં રહેતા કરશન ઉગા સાદીયાને ૨૦૦૦ ા.ના દા સાથે અને મોહબતપરાના કેશુપરામાં રહેતા ભીખુ નાથા ચૌહાણ તથા પોરબંદરના એરપોર્ટ સામે રહેતા પાર્થ ભીમા ઓડેદરાને ૨૦૦-૨૦૦ ા.ના દા સાથે પકડી લેવાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech