એક જ બ્લોકબસ્ટર ફિલ્મમાં તૃપ્તિએ કરી કરોડોની કમાણી

  • June 08, 2024 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુંબઈમાં લક્ઝ્યુરિયસ હોમ ખરીદ્યું જેની કિંમત છે 14 કરોડ



30 વર્ષીય એનિમલ એક્ટ્રેસે માયાનગરી મુંબઈમાં પોતાના સપનાનું ઘર ખરીદ્યું છે. આ બંગલો બાન્દ્રા વેસ્ટ એરિયામાં કાર્ટર રોડ પર ખરીદ્યો છે. એક રિપોર્ટ મુજબ, તેણે આ બંગલો 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે ગ્રાઉન્ડ-પ્લસ-બે માળનો બંગલો છે.તૃપ્તિ ડિમરી બોલિવૂડની સૌથી યંગ એક્ટ્રેસ છે. તેણે ‘બુલબુલ’ અને ‘કલા’થી પોતાની મનમોહક અદાથી લોકોનું દિલ જીતી લીધું હતું. પરંતુ તેને સાચી લોકપ્રિયતા રણબીર કપૂર-રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ ‘એનિમલ’થી મળી હતી.



તૃપ્તિએ આ ટ્રાન્ઝેક્શન પર 70 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે. આ બંગલો 2226 સ્ક્વેર ફૂટનો છે. બંગલાનું કુલ ક્ષેત્રફળ 2,226 ચોરસ ફૂટ જમીન ક્ષેત્રફળ છે અને તેનો બિલ્ટ અપ એરિયા 2,194 ચોરસ ફૂટ છે. તૃપ્તિ ડિમરીના આ બંગલાનું રજિસ્ટ્રેશન 3 જૂન 2024ના રોજ થયુ છે.તૃપ્તિ ડિમરીએ 30 હજાર રૂપિયાની રજિસ્ટ્રેશન ફી પણ ચૂકવી છે. તૃપ્તિએ આ પ્રોપર્ટી સેડ્રિક પીટર ફર્નાન્ડિસ અને માર્ગારેટ એની મેરી ફર્નાન્ડિસ પાસેથી ખરીદી છે. અત્રે નોંધનીય છે કે, તૃપ્તિ ડિમરીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં રણબીર કપૂર સાથે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’માં કામ કર્યું હતું. એટલું જ નહીં, એનિમલ બાદ તૃપ્તિ એવી છવાઈ ગઈ કે, આજે તે સૌથી વધુ જોવાયેલા ભારતીય સ્ટાર્સની ટોચની 100 યાદીમાં સામેલ થઈ છે.


તૃપ્તિ ડિમરી હાલમાં તેના રુમર્ડ બોયફ્રેન્ડ સૈમ મરચન્ટની સાથે વેકેશન એન્જોય કરી રહી છે. તૃપ્તિ બે દિવસ પહેલા તેની ઇન્સ્ટા સ્ટોરી પર સેમની સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં આથમતા સૂર્યનો ખૂબસુરત નજારો જોવા મળ્યો હતો. બીજી સ્ટોરીમાં તેણે સનસેટના ફોટો પર બ્લૂ હાર્ટ ઈમોજી પણ એડ કરી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે તૃપ્તિ કરણ જોહરના પ્રોડક્શન ‘બેડ ન્યૂઝ’માં વિકી કૌશલ અને એમી વિર્ક સાથે કામ કરતી જોવા મળશે. આ ફિલ્મ જુલાઈમાં ફ્લોર પર જશે. બેડ ન્યૂઝ સિવાય તે કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા 3’માં પણ જોવા મળશે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે. તે રાજકુમાર રાવ સાથે ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’માં પણ જોવા મળશે. રાજ શાંડિલ્ય આ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા છે, તે 11 ઑક્ટોબર 2024 ના રોજ રિલીઝ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application