ભારત રત્ન અટલજીને જન્મદિવસે શ્રધ્ધાસુમન

  • December 25, 2024 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સંઘની વિચારધારામાં ઉછરેલા અટલજી રાજનીતિમાં ઉદારવાદ અને સમતાના સમર્થકની સાથે ભારતીય રાજકીય ઈતિહાસમાં તેઓનું વ્યકિતત્વ શિખર પુરૂષ તરીકે અંકિત થયેલું છે તેઓએ રાજનીતિક જીવનમાં ઉતાર–ચઢાવમાં આલોચનાઓ થવા છતાં પોતાના પર સંગમ જાળવી આગવી ઓળખ ઉભી કરી હતી. હિન્દુ રાષ્ટ્ર્રવાદી રાજકારણને સ્વીકાર્ય સૌપ્રથમ નેતા અને ભારત રત્નથી સન્માનિત કરાયેલા અટલ બિહારી બાજનેયીનો આજે જન્મદિવસ હોય સમકગ્ર દેશવાસીઓ દ્રારા તેમના પર શ્રધ્ધાસુમની વર્ષા થઈ રહી છે.
અટલ બિહારી વાજપેયીનો જન્મ મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં ૨૫ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી વાજપેયી શિક્ષક હતાં. તેમની માતા કૃષ્ણાજી હતાં. પ્રદેશની રાજધાની લખનઉથી તેઓ સાંસદ રહ્યાં. કવિતાઓને લઈને તેમણે કહ્યું હતું કે મારી કવિતા જંગનું એલાન છે. પરાજયની પ્રસ્તાવના નહીં. તેઓ હારેલા સિપાઈના નૈરાશ્ય–નિનાદ નથી, ઝૂઝતા યોદ્ધાનો જય સંકલ્પ છે. તેઓ નિરાશાના સ્વર નથી, ચૂંટણીમાં તેઓ ફરીથી વડાપ્રધાન બન્યાં. રાજનીતિક સેવા વ્રત લેવાના કારણે તેઓ આજીવન કુંવારા રહ્યાં. તેમણે રાષ્ટ્ર્રીય સ્વયં સેવક સઘં માટે આજીવન અવિવાહિત રહેવાનો નિર્ણય લીધો હતો. અટલ બિહારી વાજપેયીએ પોતાની રાજકીય કુશળતાથી ભાજપને દેશમાં ટોચનું રાજનીતિક સન્માન અપાવ્યું. રાજનીતિથી તેમને કયારેક કયારેક તૃષ્ણા થતી હતી. પરંતુ તેઓ ઈચ્છીને પણ તેનાથી દૂર જઈ શકતા નહતાં. એક કવિ તરીકે તેઓ ઓળખ બનાવવા માંગતા હતાં. પરંતુ શઆત પત્રકારત્વથી થઈ. પત્રકારત્વ જ તેમના રાજનૈતિક જીવનની આધારશીલા બની. તેમણે સંઘના મુખપત્ર પાંચજન્ય, રાષ્ટ્ર્રધર્મ અને વીર અર્જુન જેવા અખબારોનું સંપાદન કયુ. ૧૯૫૭માં દેશની સંસદમાં જનસંઘના ફકત ચાર સભ્યો હતા. જેમાંથી એક અટલ બિહારી વાજપેયી હતાં. સયુંકત રાષ્ટ્ર્ર સંઘમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા હિન્દીમાં ભાષણ આપનારા અટલજી પહેલા ભારતીય રાજનેતા હતાં.
દેશમાં મોરારજી દેસાઈની સરકાર બની ત્યારે અટલજી વિદેશમંત્રી બન્યા હતાં. આ દરમિયાન તેમણે પોતાની રાજનીતિક કુશળતાની છાપ છોડી અને વિદેશ નીતિને ઉંચા સ્તરે પહોંચાડી. ત્યારબાદ ૧૯૮૦માં જનતા પાર્ટીથી નારાજ થઈને તેમણે  પાર્ટી જોડે છેડો ફાડો.
ત્યારબાદ બનેલી ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપકોમાંથી તેઓ એક હતાં. તે જ વર્ષે ૧૯૮૬માં તેમણે ભાજપ અધ્યક્ષનું પદ સંભાળ્યું. તેમણે ઈન્દિરા ગાંધી સરકાર તરફથી ૧૯૭૫માં લાદવામાં આવેલી કટોકટીનો વિરોધ પણ કર્યેા. તેઓ ઉદારીકરણ અને વિદેશી મદદના વિરોધી નહતા રહ્યાં પરંતુ તેઓ મદદ દેશહિત વિદ્ધ હોય, એવી નીતિને પ્રોત્સાહન આપવાના હિમાયતી નહતાં. તેમણે વિદેશ નીતિ પર દેશની અસ્મિતા સાથે કોઈ  સમાધાન કર્યુ નહતું. ભારત આઝાદ થયો ત્યારબાદ દેશમાં જમણેરી વિચારધારા ના વિશ્વાસપાત્ર રાજનેતા એટલે અટલ બિહારી બાજપાઈ અનોખી ઓળખ મેળવી હતી, તેમણે હંમેશા લોકશાહીના મૂલ્યોના જતન માટે કામગીરી કરી,
જય જવાન – જય કિસાનમાં અલગથી જય વિજ્ઞાનને પણ જોડું હતું. દેશની વ્યૂહાત્મક સુરક્ષા પર સમાધાન કયારેય સ્વીકાર્ય નહતું. કારગિલ યુદ્ધની ભયાનકતાનો પણ તેમણે અડગ થઈને સામનો કર્યેા અને પાકિસ્તાનને ધૂળ ચટાડી. વૈશ્વિક પડકારો બાદ પણ રાજસ્થાનના પોખરણમાં તેમમે ૧૯૯૮માં પરમાણુ પરિક્ષણ કર્યુ હતું. આ પરિક્ષણ બાદ અમેરિકા સહિત અનેક દેશોએ ભારત પર આર્થિક પ્રતિબધં લગાવ્યાં હતાં.
મુખ્ય માર્ગથી ગામડાઓને જોડવા માટે વડાપ્રધાન સડક યોજના વધુ સારા વિકાસનો વિકલ્પ લઈને સામે આવી. સ્વર્ણિમ ચતુર્ભૂજ યોજનાથી દેશના રાજમાર્ગને જોડવા માટે કોરિડોર બનાવ્યો. કોંકણ રેલવે સેવાની આધારશિલા પણ તેમના કાળમાં જ રખાઈ હતી.
વાજપેયીએ વડાપ્રધાન તરીકે ત્રણ વખત નેૃતૃત્વ સંભાળ્યું હતું. જેમાં  
(૧) પ્રથમ વખત – ૧૬ મે ૧૯૯૬ થી ૧ જૂન ૧૯૯૬ સુધી.
(૨) દ્રિતીય વખત – ૧૯ માર્ચ ૧૯૯૮ થી ૨૬ એપ્રિલ ૧૯૯૯ સુધી.
(૩) તૃતીય વખત – ૧૩ ઓકટોબર ૧૯૯૯ થી ૨૨ મે ૨૦૦૪ સુધી.
નોંધનીય છે કે ૧૯૯૯–૨૦૦૪માં તેમણે પૂરા પાંચ વર્ષ સુધી પોતાના વડાપ્રધાનનો કાર્યકાળ પૂરો કર્યેા હતો. આ સાથે જ વાજપેયીજી પાંચ વર્ષની ટર્મ પૂર્ણ કરનાર સૌપ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બન્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application