કત્લે હુસેન અસ્લ મે મર્ગે યઝીદ હૈ, ઇસ્લામ ઝીંદા હોતા હૈ હર કરબલા કે બાદ...
ગઇ આખી રાત નિયત ટ પર કલાત્મક તાજીયા ફયર્:િ સબીલો પર ઠેર ઠેર ન્યાઝ-સરબતનું કરાયું વિતરણ: દરબારગઢમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા: આજે યૌમે આશુરા: મસ્જીદોમાં નમાઝ અદા કરાઇ: યા હુસેન...યા હુસેન... ના નારા ગુંજી ઉઠ્યા: પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત જાળવવામાં આવ્યો
ઇમામ-એ-આલી મકામ, નવાસા-એ-રસુલ, શહીદ-એ-આઝમ, હઝરત ઇમામ હુસેન અને કરબલાના શહીદોની મહાનતમ શહાદતને અશ્રુભીંની અંજલિ આપવામાં આવી હતી, જામનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મહોર્રમ નિમિતે ગઇરાત્રે કલાત્મક તાજીયા નિયત ટ પર ફયર્િ હતા અને તાજીયાના દીદાર કરીને લોકોએ શહાદતને સલામ કરી હતી, યા હુસેન... યા હુસેન... ના નારા ગુંજી ઉઠ્યા હતા, દરબારગઢ ખાતે કલાત્મક તાજીયાઓને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, પોલીસે લોખંડી બંદોબસ્ત જાળવ્યો હતો, આજે યૌમે આશુરાનો દિવસ હોવાથી રાત્રે તાજીયા ટાઢા થશે, આ પૂર્વે તમામ મસ્જીદોમાં મુસ્લિમ બિરાદરો નવાફીલની નમાઝ અદા કરી હતી, ચારેકોર સબીલો પર ન્યાઝ, સરબતના વિતરણ થયા હતા અને ગઇકાલે રાત્રે જુદા જુદા સ્થળે શહીદોની શાનમાં યોજાતા વાએઝ પણ પૂર્ણ થયા હતા, અભૂતપૂર્વ રોશનીનો ઝગમગાટ મુસ્લિમ વિસ્તારોમાં જોવા મળ્યો હતો.
શરાબ (દારૂ) ને આમ બનાવનારા એટલે કે છૂટ આપનારા, જીનાખોરી (અનૈતિક સંબંધો) ની પણ છૂટ આપનારા, જુગાર જેવા દુષણને સામાન્ય બનાવનારા એ વખતના હુકમરાન એટલે કે હકુમત કરનારા યઝીદ, પલીતની સામે અલ્લાહની રાહમાં દિન-એ-ઇસ્લામની ઇફાઝત માટે જંગ કરનારા નવાસા-એ-રસુલ, શહીદ-એ-આઝમ, હઝરત ઇમામ હુસેન અને આપના પવિત્ર ઘરાનાના 7ર શહીદોએ કરબલામાં અઝીમોશાન કુરબાની આપી હતી અને યઝીદના હાથમાં હાથ આપ્યો ન હતો.
આ યઝીદ એવો જુલ્મગાર અને બેરહમ શાસક હતો કે જેને તમામ બુરાઇઓની છૂટ જાહેર કરી દીધી હતી, જો એવા શાસકના હાથમાં બેઅત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે ઇસ્લામની બુનિયાદ પર માઠી અસર પડે, એટલા માટે જ ઇમામ હુસેન દ્વારા યઝીદ સામે જેહાદ જગાવવામાં આવી હતી અને કુફાવાસીઓએ છળ-કપટથી ઇમામ-એ-આલીમકામને બોલાવીને કરબલાની સરજમીન પર બાવીસ હજારના લશ્કરના સાથે ઘેરી લીધા હતા, 3 દિવસ સુધી પાણી પણ આપ્યું ન હતું અને આલેનબીના કાફલા પર જુલ્મ કરવામાં આવ્યા હતા, આટલું જ નહીં, અઢી માસના હઝરત અલી અસગર જેવા માસુમ બાળકને પણ શહીદ કરતા શૈતાનના પીલ્લા યઝીદીઓ અચકાયા ન હતા, ઇમામ હુસેનની પવિત્ર શહાદતને યાદ કરવાના આશયથી મહોર્રમના પર્વની ઉજવણી થાય છે.
જામનગરમાં પ્રતિવર્ષ શહેર અને જિલ્લામાં અંદાજે પ00 જેટલા કલાત્મક તાજીયાઓ બનાવવામાં આવે છે, આ તાજીયાઓ બનાવવા પાછળનો હેતુ પણ એવો છે કે, તાજીયાને જોઇને લોકો કરબલાના શહીદોને યાદને તાજી કરી શકે, આ ઉપરાંત ઠેર ઠેર જે ન્યાઝ અને સરબતનું વિતરણ થાય છે, તેની પાછળનો હેતુ એ છે કે, કરબલાના શહીદો ત્રણ દિવસ ભૂખ્યા, તરસ્યા રહ્યા હતા, એટલે એમની ભૂખ, પ્યાસને યાદ કરીને ન્યાઝ અને સરબત આપવામાં આવે છે.
મહોર્રમની 9 તારીખ નિમિત્તે ગઇકાલે તાજીયા પળમાં આવ્યા હતા અને જામનગરમાં નિયત ટ પર તાજીયા ફયર્િ હતા, રાત્રે દરબારગઢ ખાતે એકઠા થયા હતા, આજે યૌમે આશુરા નિમિતે સવારે ઝોહરની નમાઝ પહેલા તમામ મસ્જીદોમાં સુન્ની મુસ્લિમો દ્વારા નવાફીલ નમાઝ અદા કરવામાં આવી હતી, આજે સાંજે પણ દરબારગઢ, બેડી સહિતના વિસ્તારોમાં તાજીયાઓ નિયત ટ પર ફરશે અને રાત્રે તાજીયા ટાઢા થતાની સાથે માતમના પર્વની પૂણર્હિુતિ થશે.
બે દિવસ સુધી દરબારગઢ સહિતના મુસ્લિમ વિસ્તારો બેડી, સલાયા વિગેરે વિસ્તારોમાં મહોર્રમની ઉજવણી અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech