પોરબંદરમાં આગેવાનો અને વકીલોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ‘આપણું પોરબંદર ગ્રીન પોરબંદર’ અભિયાન અંતર્ગત શહેરને હરિયાળું બનાવવાની કામગીરી ધમધમી રહી છે અને ૫૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે ત્યારે તેના આયોજકો રામદેવભાઇ મોઢવાડિયા પ્રવીણભાઈ ખોરાવા અને ધર્મેશભાઈ પરમાર સહિત ટીમ દ્વારા ભોજેસ્વર પ્લોટ ખાતે જાણીતા ઉધોગપતિ પદુભાઈ રાયચુરાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું તથા જાણીતા વેપારી નીરજભાઈ મોનાણી ના પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને હારમોની સર્કલ રોડ ઉપર એડવોકેટ ભરતભાઈ ભોગીલાલ લાખાણી (વકીલ)ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું સ્વ. નટુભાઈ બામણીયા પૂર્વ કાઉન્સિલર પોરબંદર નગરપાલિકા તેમના નામનું વૃક્ષ તેના પુત્ર ભરતભાઈ બામણીયાના હસ્તે રોપવામાં આવ્યા સાથે કાંતાબેન જેન્તીલાલ જોશી નામનું વૃક્ષ તેમના પુત્ર ધવલભાઈ જોશી નગરપાલિકા કાઉન્સિલર સહપરિવાર સાથે રોપણ કરવામાં આવ્યું હાલ ૫૦૦૦ થી પણ વધુ વૃક્ષો નું વાવેતર થયું ગયું છે પોરબંદરની પર્યાવરણ અને પ્રકૃતિપ્રેમી જનતાનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ગ્રીન પોરબંદરને અને પોરબંદરને વધુ હરિયાળું બનાવવા માટે ૧૫૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે અને તેના ઉછેરની તમામ જવાબદારી રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમે સંભાળી છે ત્યારે પોરબંદરમાં ચોતરફ હવે હરિયાળી હરિયાળી જોવા મળી રહી છે.
આ કાર્યક્રમમાં અભિયાનના પ્રણેતા રામદેવભાઈ મોઢવાડીયા અને પ્રવીણ ભાઈ ખોરાવા, કો ઓર્ડીનેટર ધર્મેશભાઈ પરમાર, ડો આશિષ સેઠ, ડો દર્શક પટેલ , પિયુષ ભાઈ મજીઠીયા, ભરતભાઈ ઘાણી,ધવલભાઈ જોશી,એડવોકેટ નિલેશભાઈ ભૂતિયા ,હાર્દિક તન્ના, રાજેશ કક્કડ, અશોક ચોહાણ, ચિરાગ ડાભી, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMજામનગરની ચકચારી લૂંટના મુખ્ય આરોપીને જામીન ઉપર મુકત કરતી કોર્ટ
April 03, 2025 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech