રાજકોટમાં વરસાદને કારણે ગોંડલ રોડ પર વૃક્ષ ધરાશાયી

  • August 25, 2024 04:04 PM 


રાજકોટમાં આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે અને 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. વરસાદને કારણે ઘણી જગ્યાએ ટ્રાફિક જેવી સમસ્યા પણ સર્જાઈ હતી. ત્યારે ગોંડલ રોડ અટીકા ફાટક ની બાજુમાં ઉમિયા મોબાઈલ સામે રોડ ઉપર એક ઝાડ પડી જતાં રોડ બંધ થઈ ગયો હતો. જેના કારણે મવડી ફાયર સ્ટેશન થી એક મીની ફાયર ફાઈટર એમ્બ્યુલન્સ સાથે ત્યાં પહોંચી હતી અને ઈલેક્ટ્રીક કટર તથા કુહાડીની મદદથી ઝાડ કાપીને રસ્તો ખુલ્લો કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application