બજેટમાં શિક્ષણ વિભાગ માટે કુલ ૫૯,૯૯૯ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં વિધાર્થીઓને શિષ્યવૃત્તિથી લઈ ગણવેશ સુધી કરોડો પિયાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના આઇ–હબની તર્જ પર રાયમાં ૪ પ્રાદેશિક કેન્દ્રોની સ્થાપનાનું આયોજન છે. આઇ–હબ મારફતે સ્ટાર્ટઅપ્સ–ઇનોવેટર્સને નાણાકીય સહાય માટે ૨૫ કરોડની જોગવાઇ કરાઇ છે. શોધ યોજના અંતર્ગત પી.એચ.ડી. કોર્સમાં સંશોધન કરતાં વિધાર્થીઓને આર્થિક સહાય માટે ૨૦ કરોડની જોગવાઇ કરાઇ છે. નેક અને એનઆઇઆરએફ રેન્કિંગમાં સારા પ્રદર્શન હેતુ પાંચ કાર્યરત સરકારી કોલેજોના વર્ગખંડોને સ્માર્ટ કલાસમ બનાવવા માટે ૮ કરોડની જોગવાઇ
કરાઇ છે.
ગુજરાતની શિક્ષણ પદ્ધતિ ૨૧મી સદીની આવશ્યકતાઓ અને વૈશ્વિક બજારની માંગ અનુસાર બદલાઈ રહી છે. ટેકનોલોજી, ઇનોવેશન અને કુશળતા વિકાસ દ્રારા વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગત્યનો ભાગ ભજવશે. મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે ૨૫ હજારથી વધુ વર્ગખંડોના માળખાગત સુધારણા માટે ૨૯૧૪ કરોડની જોગવાઇ કરાઇ છે.
નમો લમી યોજના માટે ૧૨૫૦ કરોડની જોગવાઇ કરાઇ છે. રાઇટ ટુ એયુકેશન એકટ અંતર્ગત રાયમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓ માટે ૭૮૨ કરોડની જોગવાઇ કરાઇ છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે ૨ લાખ ૫૦ હજાર વિધાર્થીઓને સહાય માટે ૨૫૦ કરોડની જોગવાઇ કરાઇ છે. એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતા વિધાર્થીઓને બસ પાસ ફી કન્સેશન માટે ૨૨૩ કરોડની જોગવાઇ કરાઇ છે.
જ્ઞાનશકિત રેસિડેન્શીયલ સ્કૂલ્સ ઓફ એકસલન્સ માટે ૨૦૦ કરોડની જોગવાઇ છે. સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજીત ૨૨ હજાર કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ હેઠળ અંદાજે ૭૫ હજાર વિધાર્થીઓને સહાય માટે ૧૦૦ કરોડની જોગવાઇ છે. મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત અંદાજે ૯૦ હજાર વિધાર્થીઓને સહાય માટે ૭૦ કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે ૭૮ હજાર વિધાર્થીઓને સહાય આપવા ૪૧૦ કરોડની જોગવાઇ કરાઇ છે. એલ.ડી. ઈજનેરી કોલેજ–અમદાવાદ ખાતે ડેમોન્સ્ટ્રેટીવ આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબ અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ લેબની સ્થાપના માટે ૧૭૫ કરોડની જોગવાઇ છે. મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ૨૫૦૦ વિધાર્થીઓને સહાય આપવા ૩૨ કરોડની જોગવાઇ છે
નમો લમી યોજના માટે ૧૨૫૦ કરોડની જોગવાઇ
રાજયસરકાર દ્રારા બજેટમાં મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે ૨૫ હજારથી વધુ વર્ગખંડોના માળખાગત સુધારણા માટે .૨૯૧૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નમો લમી યોજના માટે . ૧૨૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાયમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓ માટે .૭૮૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે ૨ લાખ ૫૦ હજાર વિધાર્થીઓને સહાય માટે .૨૫૦ કરોડની જોગવાઇ કરાઈ છે. એસ.ટી.નિગમની બસોમાં મુસાફરી કરતા વિધાર્થીઓને બસ પાસ ફી કન્સેશન માટે .૨૨૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જ્ઞાનશકિત રેસિડેન્શીયલ સ્કૂલ્સ આફ એકસલન્સ માટે .૨૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજીત ૨૨ હજાર કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ હેઠળ અંદાજે ૭૫ હજાર વિધાર્થીઓને સહાય માટે .૧૦૦ કરોડની જોગવાઇ કરાઈછે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત અંદાજે ૯૦ હજાર વિધાર્થીઓને સહાય માટે .૭૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે
વિકસિત ગુજરાત માટે ૫૦ હજાર કરોડનું ફંડ
આયોજનબદ્ધ પ્રોજેકટસ અને પ્રજા કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવાની નેમ ધરાવે છે. આ હેતુ અર્થે આગામી પાંચ વર્ષ માટે છ૫૦ હજાર કરોડનું વિકસિત ગુજરાત ફડં સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. જે માટે આ વર્ષે રૂા.૫૦૦૦ કરોડની જોગવાઇ કરી છે. રાય સરકારે નીતિ આયોગની તર્જ પર આધારીત ગુજરાત રાય ઇન્સ્િટટુશન ફોર ટ્રાન્સફોર્મેશનની સ્થાપના કરી છે. જેનો ઉદ્દેશ વિકસિત ગુજરાત ૨૦૪૭ માટે લાંબા તેમજ ટૂંકા ગાળાના લયોને ધ્યાને લઇ વિવિધ ક્ષેત્રો માટે વ્યૂહાત્મક યોજનાઓ બનાવવાનો છે તેમ કનુ દેસાઈએ જણાવ્યું હતું.
ગુજરાત ઇન્સ્ટિટુટ ઓફ ટેકનોલોજી માટે ૧૦૦ કરોડની જોગવાઇ
વિધાર્થીઓ ગ્રીન એનર્જી, સેમિકન્ડકટર, ફિનટેક, એરોસ્પેસ વગેરે વિષયોમાં કૌશલ્ય વિકાસ થકી આગામી સમયમાં ઉદભવનાર તકનો લાભ મેળવી શકે તે હેતુથી ગુજરાત ઇન્સ્ટિટુટ ઓફ ટેકનોલોજી માટે ૧૦૦ કરોડની જોગવાઇ છે. રાયનો વિધાર્થી વધુ તેજસ્વી, પ્રતિભાશાળી, જ્ઞાન સમૃદ્ધ અને સ્પર્ધાત્મક બને તે માટે ગુજરાત જ્ઞાન ગુ કિવઝ અંતર્ગત ૩૦ કરોડની જોગવાઇ કરાઇ છે
પોલીસમાં ૧૪૦૦૦થી વધુ ભરતી કરાશે ટ્રાફિકમાં ૧૩૯૦ નવી જગ્યા ભરાશે
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી કાયદો અને વ્યસ્થાની કથળતી સ્થિતિના ઉદાહરણ સામે આવ્યા છે. આ સિવાય યુવાનો પણ વ્યસનના રવાડે ચઢી રહ્યા છે. રાયમાંથી છાશવારે લાખો–કરોડો પિયાનું ડ્રગ્સ અને માદક પદાર્થેા ઝડપાય છે. એવામાં ગુનાખોરી ઘટાડવા માટે ગુજરાત રાયના ૨૦૨૫–૨૬ના બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતાં સમયે નાગિરકોની સુરક્ષા અને સલામતી માટે ખાસ જોગવાઈ અને નવી પોલીસ ભરતી માટે મહત્ત્વની જાહેરાત કરી છે.
રાયમાં હાલ સાયબર ક્રાઇમના કેસ વધી રહ્યા છે. એવામાં લોકોને આવા સાયબર ક્રિમિનલથી સુરક્ષિત રાખી શકાય તે માટે સાયબર સેન્ટર ઓફ એકસેલન્સ તેમજ તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. નાર્કેાટિકસ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થની હેરાફેરીની ગેરકાયદે કામગીરી સામે પણ કડક પગલાં લેવા અને તેને અટકાવવા માટે એન્ટિ નાર્કેાટિકસ ટાસ્ક ફોર્સનું ઓપરેશનલ યુનિટ ઊભું કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. નોંધનીય છે કે, બજેટમાં સાયબર ફોરેન્સિક લેબ અને એન્ટી નાર્કેાટિકસ ટાસ્ક ફોર્સ માટે કુલ ૩૫૨ કરોડ પિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય નાણાંમંત્રીએ જણાવ્યું કે, રાયમાં કાયદો અને વ્યવસ્થાને અસરકારક બનાવવા માટે એસઆરપી, બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે સંવર્ગની ૧૪ હજારથી વધુ ભરતી કરવાનું આયોજન છે. માર્ગ સલામતીના પગલાં વધારવા તથા ટ્રાફિક નિયમોના અસરકારક અમલીકરણ માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા ૧૩૯૦ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે
જૂનાગઢ સહિતના શહેરોમાં આધુનિક ફડ લેબોરેટરીઓ સ્થાપવામાં આવશે
ગુજરાત બજેટ અંગે કનુભાઈએ આઆજે જણાવ્યું કે ખોરાક અને ઔષધના નમૂનાઓની ચકાસણી માટે અમદાવાદ–ગાંધીનગર, જુનાગઢ, મહેસાણા અને વલસાડ ખાતે આધુનિક લેબોરેટરી સ્થાપિત કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતના લોકોનું આરોગ્ય અને સુખાકારી જળવાય તે રાય સરકારની પ્રાથમિકતા છે. અમદાવાદની જેમ ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે મેડીસિટી પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના તેમના નિર્ધારમાં હવે પૂર્ણતાની નજીક છે. વધુમાં મેડીસિટી અમદાવાદ ખાતે ન્યુરોલોજી ઈન્સ્ટીટુટ બનાવવાની જાહેરાત કરી છે. રાયના નાગરિકોની સલામતી અને સુરક્ષા જળવાય તે રાય સરકારની સર્વેાચ્ચ પ્રાથમિકતા છે. સાયબર સુરક્ષા અને કાયદાના અમલીકરણમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં રાય કક્ષાએ સાયબર સેન્ટર ઓફ એકસેલન્સ તેમજ તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે. નાર્કેાટિકસ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થેાની હેરફેરની ગેરકાયદેસર કામગીરી સામે કડક પગલાં લેવા માટે એન્ટી નાર્કેાટિક ટાસ્ક ફોર્સનું ઓપરેશનલ યુનિટ ઊભું કરવામાં આવશે. આ તમામ માટે કુલ છ૩૫૨ કરોડની જોગવાઇ સૂચવવવામાં આવી છે.
ઘરનું ઘર લેવાનું સપનું સાકાર થશે સબસિડીમાં ૫૦ હજારનો વધારો
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શઆત થઈ ચૂકી છે, જેમાં રાયના નાણામંત્રી કનુ દેસાઈ મહત્ત્વની જાહેરાત કરી રહ્યા છે. આ બજેટમાં પોતાનું ઘર લેવાનું સપનું જોતાં લોકો માટે સારા સમાચાર છે. રાયના નાણામંત્રીએ સરકારી આવાસને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કયુ છે અને રાયના ગરીબો માટે ૩ લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે.
રાયના નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, 'આ બજેટમાં ઘરનું ઘર સ્વપનને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ૩ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડો. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની ૧ લાખ ૨૦ હજાર પિયાની સહાયમાં મકાનદીઠ ૫૦ હજાર પિયાના માતબર વધારા સાથે ૧ લાખ ૭૦ હજાર પિયા કરવામાં આવ્યા છે.
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ ૨૦૨૫–૨૬ રજૂ કયુ છે. તેમણે ભાષણમાં રાજકોષીય ખાધ ઓછી રાખવા તેમજ સેમિ કંડકટર ક્ષેત્રે વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા ભાર મૂકયો છે.
ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્નસુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં ઘરનું ઘર સ્વપનને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ૩ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), ડો. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની ૧ લાખ ૨૦ હજારની સહાયમાં મકાનદીઠ ૫૦ હજારના માતબર વધારા સાથે ૧ લાખ ૭૦ હજાર કરવાની જાહેરાત કરાઇ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech