શાળાઓમાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકોને છૂટા કરાશે

  • January 24, 2024 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર દ્રારા રાયના ભણતા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિધાર્થીઓનું શિક્ષણ બગડે નહીં તે માટે જ્ઞાન સહાયકની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો હતો જેમાં છ માસ અથવા જ્ઞાન સહાયકની નિમણૂક ન થાય ત્યા સુધી આ બે માંથી જે પહેલું પૂં થતું હોય ત્યાં સુધીની મુદત આપવામાં આવી હતી દરમિયાન રાયના પ્રવાસે શિક્ષકોની મુદતમાં વધારો કરાયેલા છ માસની મર્યાદા પૂર્ણ થતા આ પ્રવાસી શિક્ષકોને છૂટા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

રાજયના શિક્ષણ વિભાગ દ્રારા સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં કાયમી શિક્ષકોની ખાલી જગ્યા પર વર્ષેા સુધી શિક્ષકોની નિમણૂક થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોના માધ્યમથી શિક્ષણ આપવાનું નક્કી કયુ હતું. લાંબા સમય સુધી સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોના માધ્યમથી શિક્ષણ કાર્ય કરાવવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્રારા પ્રવાસી શિક્ષક યોજના રદ કરી તેના સ્થાને જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરી હતી. જેમાં કાયમી શિક્ષકોની જગ્યા ન ભરાય ત્યાં સુધી જ્ઞાન સહાયકના માધ્યમથી શિક્ષા કરાવવાનું આયોજન કયુ હતું.

ભરતી કરવામાં લાંબો સમય લાગે તેમ હોવાથી શિક્ષણ વિભાગ દ્રારા પ્રવાસી શિક્ષક યોજના લાવવાનું નક્કી કરાયું હતું. જેમાં બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમ અને ઈતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩–૨૪ માટે વચગાળાની વ્યવસ્થાના ભાગ પે તાસદીઠ માનદ વેતનથી શિક્ષણ કાર્ય કરાવવા અંગે પ્રવાસી શિક્ષક યોજનાને વધુમાં વધુ માસ અથવા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયકોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ચાલુ રાખવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
દરમિયાન, ઠરાવ અનુસાર પ્રવાસી યોજનાને ૬ માસનો સમય ૨૩ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ પૂર્ણ થતો હોવાથી શિક્ષણ વિભાગ દ્રારા પ્રવાસી શિક્ષક યોજના પૂર્ણ કરવામાં આવી છે. જેથી પ્રવાસી શિક્ષકોને છૂટા કરવા માટે વિભાગ દ્રારા આદેશ કરવામાં આવ્યો છે, જેમાં પ્રાથમિક શિક્ષણ નિયામક દ્રારા કરવામાં આવેલા ઠરાવમાં જણાવાયું છે. કે, સરકારી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં તાસદીઠ માનદ વેતનથી શિક્ષણકાર્ય કરાવવા માટે પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવાની મંજૂરી તથા જરી સુચનાઓ આપવામાં આવેલી હતી. ૨૩ જાન્યુઆરીના રોજ અવધી પૂર્ણ થતી હોય સરકારી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓમાં તાસદીઠ માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવા માટે નિમણૂક આપેલા પ્રવાસી શિક્ષકોને છૂટા કરવા આનુષંગિક કાર્યવાહી હાથ ધરવા જણાવાયું છે.

રાયની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં કાયમી શિક્ષકોની જગ્યા પર જ્ઞાન સહાયકની નિમણૂકનો નિર્ણય લેવાયો હતો, પરંતુ યાં સુધી જ્ઞાન સહાયકોની નિમણૂક ન થાય ત્યાં સુધી પ્રવાસી યોજના ચાલુ રાખવાનું નક્કી કરાયું હતું. જેમાં માસ અથવા જ્ઞાન સહાયકની નિમણૂક બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધીની મુદત આપવામાં આવી હતી.

દરમિયાન પ્રવાસી શિક્ષકોની મુદતમાં વધારો કરાયાની ૬ માસની મુદત પૂર્ણ થતા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં હાલ કાર્યરત પ્રવાસી શિક્ષકોને છૂટા કરવા અંગેની કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવા આદેશ કરાયો છે. જો ભવિષ્યમાં કોઈ પણ સરકારી–બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષક કાર્યરત હોવાનું માલુમ પડશે તો તે અંગે આપની અંગત જવાબદારી નક્કી કરવામાં આવશે, તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application