જો તમે પણ ક્યાંક ફરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. 15મી ઑગસ્ટ એ તમારા માટે મુસાફરી કરવાની શ્રેષ્ઠ તક છે. કારણ કે 15મી ઓગસ્ટથી 19મી ઓગસ્ટ સુધી એક લાંબો વીકેન્ડ છે જેમાં તમને એક દિવસની રજા લઈને મુસાફરી કરવાનો મોકો મળી શકે છે. રક્ષાબંધનથી દિવાળી સુધી, જો તમે સસ્તી ફ્લાઈટ ટિકિટો શોધી રહ્યા છો, તો ટાટા ગ્રુપની એરલાઈન્સ વિસ્તારા તમારા માટે એક શાનદાર ઑફર લઈને આવી છે. દેશની આઝાદીની ઉજવણી કરતા વિસ્તારાએ ફ્રીડમ સેલની શરૂઆત કરી છે. આ ઓફરમાં તમે 31 ઓક્ટોબર સુધી સસ્તી ફ્લાઈટ ટિકિટ બુક કરાવી શકો છો. આ ઓફર મુસાફરો માટે 15મી ઓગસ્ટ સુધી માન્ય છે.
વિસ્તારા એરલાઈન્સે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે એરલાઈન્સના ફ્રીડમ સેલમાં માત્ર 1,578 રૂપિયામાં હવાઈ મુસાફરી ઉપલબ્ધ થશે. આ ઑફર એરલાઇન્સના ત્રણેય વર્ગો (ઇકોનોમી, પ્રીમિયમ ઇકોનોમી અને બિઝનેસ ક્લાસ) પર લાગુ છે. જેમાં મુસાફરો 31 ઓક્ટોબર 2024 સુધી ફ્લાઇટ બુક કરાવી શકશે.
વિસ્તારાના ફેસ્ટિવ સેલમાં મુસાફરોને ત્રણેય ક્લાસ - ઇકોનોમી, પ્રીમિયમ ઇકોનોમી અને બિઝનેસ ક્લાસમાં ઑફર્સ મળી રહી છે. ડોમેસ્ટિક પેસેન્જરો માટે, ઇકોનોમી ક્લાસમાં ભાડું રૂ. 1,578, પ્રીમિયમ ઇકોનોમી ક્લાસમાં રૂ. 2678 અને બિઝનેસ ક્લાસમાં રૂ. 9,978 થી શરૂ થાય છે.
આ ઓફર વિસ્તારાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પણ ઉપલબ્ધ છે. મુસાફરોને ઇકોનોમી ક્લાસ (દિલ્હી-કાઠમંડુ)માં રૂ. 11,978, પ્રીમિયમ ઇકોનોમી ક્લાસ (દિલ્હી-કાઠમંડુ)માં રૂ. 13,978 અને બિઝનેસ ક્લાસ (દિલ્હી-કાઠમંડુ)માં રૂ. 46,978થી શરૂ કરીને ભાડું મળી રહ્યું છે.
તમે ક્યારે બુક કરી શકો છો?
વિસ્તારા એરલાઇન્સની સત્તાવાર વેબસાઇટ અનુસાર, મુસાફરો માટે આ ફ્રીડમ સેલ ઓફર 15 ઓગસ્ટ, 2024 સુધી ચાલશે, જેમાં તમે 31 ઓક્ટોબર, 2024 સુધી ફ્લાઇટ ટિકિટ બુક કરાવી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech