રાજકોટના જયુબેલી ગાર્ડનમાં કિન્નરો અને ચાર શખસો વચ્ચે મારામારી થયા બાદ તાકીદે ફરિયાદ નોંધવાની માંગ સાથે એ–ડિવીઝન પોલીસ મથકે ઘસી ગયેલા કિન્નરોએ ધમાલ મચાવી પોલીસ મથકને બાનમાં લીધું હતું. એટલું જ નહીં પોલીસ મથક સામેના રસ્તા પર ચક્કજામ કરી દીધો હતો. એ–ડિવીઝન પોલીસે આ મામલે અલગ અલગ ત્રણ ફરિયાદ નોંધી છે. જેમાં બંને પક્ષોની ફરિયાદ નોંધવાની સાથે કિન્નરો સામે ફરજમાં કાવટની ફરિયાદ નોંધી ૧૧ની અટકાયત કરી હતી.
પ્રા વિગતો મુજબ, ગંજીવાડા શેરી નં.૧૮માં રહેતાં નિકીતા દે મીરા દે (ઉ.વ.ર૬)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, બપોરે તે તેના ગુજી અને અન્ય કિન્નરો સાથે જયુબેલી બગીચામાં હતા ત્યારે એકસેસ લઈને આવેલા શખસે તેની સામે જોતાં ટપાર્યેા હતો. જેથી તે શખસે બેફામ ગાળો ભાંડી હતી. બાદમાં તે શખસ ત્યાંથી જતો રહ્યો હતો. થોડી વાર બાદ તે શખસ અન્ય ત્રણ શખસો સાથે રિક્ષામાં ઘસી આવ્યો હતો. જેમાંથી બે શખસો પાસે છરી અને પાઈપ હતા. ચારેય શખસોએ તેને અને તેના ગુજી મીરા દેને બેફામ ગાળો ભાંડી, પાઈપ વડે હુમલો કરી, ચપ્પુ બતાવ્યું હતું.
આ શખસોએ ઝપાઝપી કરી હતી જેમાં તેની સાથે રહેલા નીલમ દે, અદિતી દે, મીરા દે, કોમલ દે, હેતલ દે અને જયા દે ને ઈજા થઈ હતી. તેમને બધાને છોડાવવા વચ્ચે પડેલા અજયને પણ ઈજા થઈ હતી. આ ઝપાઝપીમાં તેનો સોનાનો ચેઈન પડી ગયો હતો કે લઈ લીધો હતો. આ ફરિયાદના આધારે પોલીસે ચાર અજાણ્યા શખસો સામે ગુનો દાખલ કર્યેા હતો.
સામા પક્ષે સદર બજારના હરિહર ચોકમાં રહેતાં વસીમ દિલાવરભાઈ નીંગળ્યા (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યેા હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે તે એકસેસ લઈ જયુબેલી ગાર્ડનમાં ગયો હતો ત્યારે ત્યાં હાજર કિન્નરોએ તેની સાથે બોલાચાલી કરી ગાળો ભાંડી હતી. થોડીવાર બાદ તે રિક્ષામાં કિન્નરો સાથે વાતચીત કરવા ફરીથી ત્યાં આવતા કિન્નરોએ ગેરકાયદે મંડળી રચી તેના અને મિત્રો ઉપર ધોકા વતી હત્પમલો કરી, ગડદાપાટુનો માર મારી, ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બંને પક્ષો વચ્ચે થયેલી મારામારી બાદ એ–ડિવીઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. તે સાથે જ કિન્નરો પણ પાછળ–પાછળ એ–ડિવીઝન પોલીસ મથકે ઘસી ગયા હતા. જયાં તેમણે અપશબ્દો બોલી, પોલીસ સ્ટેશનને બાનમાં લીધું હતું. પોલીસ સ્ટાફે દેકારો નહીં કરવા સમજાવ્યા છતાં પોલીસ સાથે પણ બોલાચાલી અને ઝઘડો કરી, પોલીસ સ્ટેશનના સામેના રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. પોલીસે ઘણી સમજાવટ કરી હતી પરંતુ તેમછતા તે માન્યા ન હતા. જેને કારણે લોકરક્ષક મેહત્પલ રાઠોડની ફરિયાદ પરથી પોલીસે આશરે ૧૧ કિન્નરો સામે ફરજમાં કાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની અટકાયત કરી હતી
આ ૧૧ કિન્નરોની અટકાયત કરાઇ
પોલીસ સ્ટેશનને બાનમાં લઇ રસ્તા પર ચક્કાજામ કરી દેવાના પ્રકરણમાં એ ડિવિઝન પોલીસે હેતલ મિરાદે, કંચન મિરાદે, મેહત્પલાદે મિરાદે ગોપીદે મિરાદે, ઈશિતાદે મિરાદે,સાયરાતે મિરાદે,જયાદે મિરાદે, ક્રિષ્નાદે મીરાદે, પ્રિયંકાદે મીરાદે, નીલમદે મીરાદે, હેતલદે મીરાદેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech