ત્રણ મહિનાની બાળકી પર બળાત્કાર અને હત્યાના ગુનામાં કોર્ટે ટ્રાન્સજેન્ડર પુરુષને ફાંસીની સજા સંભળાવી છે. દેશમાં આ પહેલો કેસ છે જ્યારે કોઈ ટ્રાન્સજેન્ડરને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હોય. મુંબઈ સેશન્સ કોર્ટના જજ અદિતિ કદમે આ નિર્ણય આપ્યો છે. ચુકાદો સંભળાવતા જજ અદિતિ કદમે કહ્યું, ’આજીવન કેદ એ નિયમ છે અને મૃત્યુદંડ અપવાદ છે. રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ કેસમાં આ સજા આપવામાં આવે છે. આ ગુનો એવો છે. આ કેસમાં જે રીતે અમાનવીયતા અને બર્બરતા દશર્વિવામાં આવી છે તે એક દુર્લભ કેસ છે.
24 વર્ષીય ટ્રાન્સજેન્ડર વિરુદ્ધ નવજાત બાળકીના અપહરણ, બળાત્કાર અને હત્યાનો કેસ ચાલી રહ્યો હતો. તેણે 2021માં મુંબઈના કેફે પરેડ વિસ્તારમાં આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે કોર્ટે ટ્રાન્સજેન્ડર પુરુષને સજા સંભળાવી ત્યારે તેના ચહેરા પર કોઈ લાગણી નહોતી અને તે ચુપચાપ ઊભો રહ્યો. ઘટનાનો ભોગ બનેલી નવજાત બાળકીના માતા-પિતા અને અન્ય પરિવારના સભ્યો ચુકાદા બાદ કોર્ટમાં પહોંચ્યા હતા. બાળકીના પિતાએ કહ્યું કે આ કેસમાં કોર્ટમાં કાર્યવાહી ઝડપથી આગળ વધી રહી છે. અમે આ નિર્ણયથી સંતુષ્ટ છીએ.
તપાસ મુજબ, છોકરીના જન્મ પછી, ટ્રાન્સજેન્ડર સામાન્ય રિવાજની જેમ, ભેટની માંગ કરવા માટે પરિવારનો સંપર્ક કર્યો હતો. જો કે પરિવારે તેને કોઈ શુકન આપવાનો ઈન્કાર કર્યો હતો. આ પ્રસંગે તેની પરિવાર સાથે ઝઘડો પણ થયો હતો. જેના કારણે તે પરિવાર સાથે નારાજ થવા લાગ્યો હતો. એક દિવસ જ્યારે પરિવારના સભ્યો સૂતા હતા ત્યારે તે ચોરીછૂપીથી ઘરમાં ઘુસી ગયો હતો. તેણે બાળકીને ઉપાડીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેની હત્યા કરી નજીકની કેનાલમાં ફેંકી દીધો હતો. તેમણે કહ્યું કે આ એક અપરાધ છે જે કોઈપણ બાળકીના માતા-પિતાને આઘાત પહોંચાડે છે. આરોપીના મનમાં કેટલી હદે ઝેર હતું ન્યાયાધીશે કહ્યું કે આ કેસ મૃત્યુદંડ માટે યોગ્ય છે.જો કે આ કેસમાં કોર્ટે અન્ય એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech