લોકસભા ચૂંટણીની આચાર સંહિતા સમા થયાના બીજા જ દિવસે પીજીવીસીએલની રાજકોટ કોર્પેારેટ કચેરીના ટેકનિકલ ચીફ એન્જિનિયર સહિત આખી બ્રાન્ચના પાંચ ઇજનેરોની એકાએક સામુહિક બદલી કરાતાં વીજ કંપનીઓના વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. બીજી તરફ ચીફ એન્જિનિયર (ટેક.) જેવા મહત્વના પદે ઇન્ચાર્જ મુકી બાકીના ચારેય પદો હાલ ખાલી રખાયા છે. સામુહિક બદલીના આક્રમક હત્પકમ પાછળ ટેકનિકલ વિભાગ દ્રારા હાઈ ટેન્શન લાઇનની મંજૂરીની ફાઈલો દબાવી રાખવામાં આવી હોવાનું કારણ ચર્ચામાં છે.
આ અંગેની હકીકત મુજબ, પીજીવીસીએલ કોર્પેારેટ કચેરીને એચઆર વિભાગ દ્રારા મેનેજિંગ ડિરેકટર પ્રીતિ શર્માની સૂચનાથી ગઇકાલે ટેકનિકલ વિભાગના ચીફ એન્જિનિયર સહિતના જુદા જુદા પાંચ ઇજનેરોની બદલીના હત્પકમ કરાયા હતા. તેમાં ચીફ એન્જિનિયર (ટેક) ડી.વી. લાખાણીની ભાવનગર ચેનલ કચેરીમાં એડિશનલ ચીફ એન્જિનિયર તરીકે, એન્જિનિયર પી.જે. મહેતાની જામનગર ખાતે, સુપ્રીન્ટેન્ટિંગ એન્જિનિયર કિરણબેન પટેલ ની પોરબંદર ખાતે એકિઝકયુટિવ એન્જિનિયર કે એમ વાઘમશીની જામનગર ખાતે તેમજ ડેપ્યુટી એન્જિનિયર ધરતી અંતાણીની જામકલ્યાણપુર ખાતે બદલીના હત્પકમો કરવામાં આવ્યા હતા. તેમાં ચીફ એન્જિનિયર (ટેક)ની ખાલી પડતી જગ્યા ઉપર એડિશનલ ચીફ એન્જિનિયર (પ્રોજેકટ) આર.સી. પટેલને મુકવામાં આવ્યા છે. યારે અન્ય જગ્યાઓ ઉપર હાલ નિમણૂક થઈ નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ, કોર્પેારેટ કચેરીની ટેકનિકલ બ્રાન્ચમાં છેલ્લા કેટલાક સમયથી એચટી કનેકશનની પડેલી ફાઈલો સંદર્ભે કોઈ કાર્યવાહી થતી ન હોય, તેમાં અગમ્ય કારણોસર લોડ વધારવા સંબંધે કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી ન હતી, જે અંગે ચૂંટણી અગાઉ જ એમડી તરીકેનો ચાર્જ સંભાળનારા પ્રીતિ શર્માને પણ અજાણ રાખીને ફાઈલો દબાવી દેવામાં આવી હોવાનું જણાતું હોવાની ઉચ્ચ કક્ષાએ રજૂઆતો થઈ હતી. આથી હચમચી ઉઠેલા ઉર્જા વિભાગ દ્રારા આચારસંહિતા હટવાની રાહ જોવાતી હતી. પીજીવીસીએલમાં હજુ પણ બદલીના અને બઢતીના હત્પકમો સંદર્ભે એચઆર વિભાગ દ્રારા કામગીરી શ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે
ખાલી પડેલી જગ્યાઓ ભરવા બુધવારે ઇન્ટરવ્યુ
પીજીવીસીએલ કોર્પેારેટ કચેરીના ટેકનિકલ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ બઢતીથી ભરવામાં આવનાર છે, જેમાં બુધવારે તા. ૧૨મીએ ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા છે, જેમાં ઇન્ટરવ્યૂ બાદ કાર્યપાલક ઇજનેરને અધિક્ષક ઇજનેર તેમજ અધિક્ષક ઇજનેરને અધિક મુખ્ય ઇજનેર તરીકે બઢતી આપીને જગ્યાઓ ભરવામાં આવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech