રાજકોટ જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર (સિવિલ) સંવર્ગના કલાસ વન ઓફિસર એસ.ડી.મહાલાની બદલી સુરત ખાતે શહેરી વિકાસ સતા મંડળમાં કરવામાં આવી છે.રાજકોટમાં મહાલાની ખાલી પડેલી જગ્યા પર અમરેલીના માર્ગ મકાન વિભાગના પંચાયતના કાર્યપાલક ઇજનેર પરાગ પી. પરમારને મૂકવામાં આવ્યા છે. તેની બદલી પણ જાહેર હિતમાં કરવામાં આવી છે.દેવભૂમિ દ્રારકા જિલ્લાના માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર યુ.બી.ચૌધરીની બદલી કરવામાં આવી છે અને તેને સ્ટે
ચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતા મંડળ નર્મદા જિલ્લામાં પ્રતિનિયુકિતના ધોરણે મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત ભાવનગરના શહેરી વિકાસ સતા મંડળના કાર્યપાલક ઇજનેર પી. ટી. બાગુલને જામનગર ખાતે પંચાયત વિભાગમાં માર્ગ મકાન વિભાગમાં કાર્યપાલક ઇજનેર તરીકે મૂકવામાં આવ્યા છે.ચૌધરીની બદલીના કારણે દેવભૂમિ દ્રારકા જિલ્લામાં ખાલી પડેલી જગ્યા પર પી.આઇ.યુ હેલ્થ વિભાગના રાજપીપળા ખાતે પર જ બજાવતા એમ.બી.રાઠોડને મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત અમદાવાદ ખાતે રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગ વિભાગમાં ફરજ બજાવતા શિરીષ અજય કુમાર સિંહને વડોદરા, ગાંધીનગરના રશીકા કપિલ શ્રીવાસ્તવને ગાંધીનગરમાં જ, કૃણાલ મનીષ પટેલને પણ ગાંધીનગરમાં જ બદલી કરીને મૂકવામાં આવ્યા છે. વડોદરા ખાતે ગેરીમાં રોડ રિસર્ચ ડિવિઝનમાં ફરજ બજાવતા વંદનાબેન ચૌધરીને પ્રતિનિયુકિતના ધોરણે સુરતમાં ગેરીમાં મૂકવામાં આવ્યા છે. સુરત ખાતે ગેરીમાં ફરજ બજાવતા વિપુલ કેદારીયાને ગાંધીનગર ખાતે સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં મૂકવામાં આવ્યા છે. યારે વડોદરા ખાતે રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગ વિભાગમાં ફરજ બજાવતા ડી.આર.મિક્રીને અમદાવાદ ખાતે રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગ વિભાગમાં મૂકવામાં આવ્યા છે.
શહેરી વિકાસ સત્તા મંડળો, પંચાયતો સહિતના જુદા જુદા વિભાગોના કાર્યપાલક ઇજનેરોની બદલીના આ લીથામાં માર્ગ મકાન વિભાગમાં સંયુકત સચિવ અંજના રાઠોડે એકમાત્ર વિપુલ કેદારીયાની સવવિનંતીથી બદલી કરી છે. બાકીની મોટાભાગની બદલીઓ જાહેર હિતમાં કરવામાં આવી છે. સવવિનંતી થી જે બદલી કરવામાં આવી છે તે અધિકારીને બદલી ભથ્થું મળશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ વાર્તાઓ આપણને જીવન કેવી રીતે જીવવું તે શીખવે છે, વસંત પંચમી પર જુઓ શિક્ષણ પરની આ ફિલ્મો
February 02, 2025 04:47 PMભારતે ફરી દક્ષિણ આફ્રિકાનું સપનું તોડ્યું, અંડર-19 મહિલા ટીમે જીત્યો T20 વર્લ્ડ કપનો ખિતાબ
February 02, 2025 04:19 PMવસંત પંચમી પર ઘરે બનાવો અવનવી વાનગીઓ, જાણો રેસીપી
February 02, 2025 04:07 PMગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ જવા માટે નવી 5 બસની સેવા શરૂ કરવા લીધો નિર્ણય
February 02, 2025 03:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech