મતદાર યાદીની કામગીરી જેમને સોંપવામાં આવી છે તેમને કામ પુરું થયા પછી છૂટા કરાશે
ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિમર્ણિ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના 26 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આગામી દિવસોમાં પંચાયતોની ચૂંટણી હોવાથી જે તાલુકા વિકાસ અધિકારીઓને મતદાર યાદી નોંધણી અધિકારી તરીકે કામગીરી સોંપવામાં આવી છે તેવા તમામ અધિકારીઓના કિસ્સામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કામગીરી અંતર્ગત હક દાવા અને વાંધા અરજીઓના નિકાલ કયર્િ પછી તેમને ફરજ મુક્ત કરીને બદલીના નવા સ્થળે હાજર કરવાના રહેશે તેવો પણ સરકારે હુકમ કર્યો છે.
ગુજરાત સરકારે જે 26 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરી છે તેમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ફરજ બજાવતા ભાવસિંહ પરમારને સુરત જિલ્લાના બારડોલીમાં મૂકવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં જમજોધપુર ખાતે ફરજ બજાવતા જયદીપ બલદાણીયાને સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી તાલુકામાં ફરજ સોંપવામાં આવી છે.
અમરેલી ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના મદદનીશ પ્રાયોજના અધિકારી (વહીવટ )માં જવાબદારી સંભાળતા તાલુકા વિકાસ અધિકારી કેડરના હિમાદ્રીબા સરવૈયા ને ગાંધીનગર ખાતે વિકાસ કમિશનરની કચેરીમાં ચીટનીશ તરીકેનું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા વિકાસ અધિકારી મુકેશ મકવાણાને આણંદ જિલ્લાના ઉમરેઠમાં મૂકવામાં આવ્યા છે. મોરબી જિલ્લામાં હળવદ ખાતે ફરજ બજાવતા મેહુલ કે. સિંધવને અમદાવાદ જિલ્લાના ઘોલેરામાં ફરજ સોંપવામાં આવી છે.
આ ઉપરાંત કચ્છ જિલ્લાના અબડાસામાં ફરજ બજાવતા બી. એન. ચૌધરીને સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં અને માંડવીમાં ફરજ બજાવતા શામળાભાઈ પટેલને બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં પોસ્ટિંગ અપાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech