ખાસ એપ્લિકેશન મારફતે અનુદાન એકત્ર કરવા જરુરી માર્ગદર્શન અપાયું: પાટીદાર સમાજના આગેવાનો અને લોકો ખાસ ઉપસ્થિત રહ્યા
કાગવડ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિદાન માટે ભૂમિ સેવકો દાતાઓ સુધી પહોંચીને ખોડલધામ એપ્લિકેશન મારફતે ઓનલાઈન દાન મેળવી રહ્યા છે. ત્યારે ભૂમિ સેવકોને ખોડલધામ એપ્લિકેશન અંગેની તાલીમ આપવામાં આવી રહી છે.
જેના ભાગરુપે ભૂમિ સેવકોને ખોડલધામ એપ્લિકેશન મારફતે કંઈ રીતે ભૂમિદાન લઈ શકાશે તે અંગેના તાલીમ કાર્યક્રમનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ખોડલધામ સમિતિના ચેરમેન નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.
અધ્યક્ષસ્થાને કરાવામાં આવશે. જેમાં જામનગર જિલ્લાના ભૂમિ સેવકો, તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો ભાઈઓ તથા બહેનોને ખોડલધામ એપ્લિકેશન મારફતે ભૂમિદાન એકત્ર કરવાની જરૂરી તાલીમ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી ચિરાગભાઈ શિયાણી બકુલભાઈ સોરઠીયા તેમજ જામનગરના ખોડલધામ ના ટ્રસ્ટીઓ ક્ધવીનર અને લેઉવા પટેલ સેવા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા સહિત ખોડલધામના કાર્યકરો અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા
જામનગરના રણજિતનગરમાં આવેલાં લેઉવા પટેલ સેવા સમાજમાં શુક્રવારે સાંજે રાજકોટ જિલ્લાના અમરેલીમા ખોડલધામ કાગવડ દ્વારા નિર્માણ પામવા જઈ રહેલી સર્વ સમાજ માટેની આધુનિક કેન્સર હોસ્પિટલ માટેના ભૂમિદાન અંગેની એપ્લિકેશનના ઉપયોગ અંગેનો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભૂમિદાન તથા રોકડ દાન વ્યવહારમાં કોઈ પણ પ્રકારની છેતરપિંડીને અવકાશ ન રહે, દાન હિસાબમાં પારદર્શકતા રહે અને સમગ્ર દાન પ્રક્રિયાનું સરળ રીતે સંચાલન થઈ શકે તે માટે આ એપ્લિકેશન બનાવવામાં આવી છે, જેની તાલીમ જામનગર જિલ્લાના ભૂમિ સેવકોને આપવામાં આવી. આ તકે નરેશભાઈ પટેલએ એમ પણ જાહેર કર્યું હતું કે, આ હોસ્પિટલ માટેના દાનની રોકડ રકમ ખોડલધામની આ માટેની કમિટી સિવાય કોઈને પણ આપવાની રહેશે નહીં.
***
કોંગ્રેસને વખાણી, કાજલને વખોડી
જામનગરની મુલાકાતે આવેલા ખોડલધામ સમિતિના ચેરમેન નરેશભાઇ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, પાટીદારને બેઠક મળી એ બદલ હું પક્ષનો આભાર માનું છું, અમારી કોશિષ હંમેશા હોય છે કે, જ્યાં અધિકાર છે ત્યાં પાટીદારોને બેઠક મળવી જોઇએ, આમ નરેશભાઇ પટેલે કહેતાની સાથે સાથે કાજલ હિન્દુસ્તાનીએ કરેલા બફાટ સામે પણ આક્રોશ વ્યક્ત કરીને વખોડી કાઢી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોપાટી પર સફાઈ અભિયાનનું નાટક કરતા નેતાઓ અસ્માવતિઘાટે મહા સફાઈ અભિયાન યોજે
November 14, 2024 10:22 AMગિરનારની પરિક્રમા અંતિમ ચરણમાં, ભાવિકોની સંખ્યામાં અર્ધેાઅર્ધ ઘટાડો
November 14, 2024 10:22 AMજામનગરમાં ઠંડીની શરૂઆત: લઘુત્તમ તાપમાન 19 ડીગ્રી
November 14, 2024 10:19 AMવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech