નેશનલ ફાયર કોલેજ નાગપુરના ૭૯ ડિવિઝનલ ઓફિસર કોર્સના કુલ ૨૬ તાલીમાર્થીઓ પ્રેક્ટીકલ તાલીમ માટે જોડાયા
જામનગરના ફાયર વિભાગમાં ૧૦ દિવસ માટેની તાલીમ શિબિર યોજાઈ છે. જેમાં દેશના જુદા-જુદા રાજ્યોના ફાયર વિભાગના અધિકારીઓ અને રાષ્ટ્રીય કક્ષાની સરકારી ઈન્સ્ટિટ્યુટના તાલીમાર્થીઓ નાગપુરથી જામનગર ખાતેથી આજે આવી પહોંચ્યા છે.
જામનગર શહેર નજીક એશિયાની મોટામાં મોટી બ્રાસ ઈન્ડસ્ટ્રી તેમજ જીએસએફસી, રિલાયન્સ, નયારા, સિક્કા ટીપીએસ, મથુરા સુધીની આઈઓસીની ઓઈલ પાઈપલાઈન અને લશ્કરની ત્રણ પાંખો જેવા મહત્વના સંસ્થાનો આવેલા છે.
ત્યારે ફાયર બ્રીગેડ જેવી ઈમર્જન્સી સર્વીસનું મહત્વ વધી જાય છે. ત્યારે જામનગરના ફાયર બ્રિગેડ ખાતે એક નેશનલ લેવલનો ટ્રેનિંગ કેમ્પ યોજાઈ રહ્યો છે. જેમાં નાગપુરની નેશનલ ફાયર સર્વીસ કોલેજના તાલીમાર્થીઓ તથા ડિવીઝનલ કોર્સના અધિકારીઓ ભાગ લઇ રહ્યા છે.
જામનગર મહાનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા મ્યુ. કમિશનરની દેખરેખ હેઠળ ચીફ ફાયર ઓફીસર કે.કે. બિશ્નોઈ ના માધ્યમથી તાલીમાર્થીઓની જીઆઈડીસી-૧, ૨ અને ૩ની મુલાકાતો, વિશાળકાય ઉદ્યોગો, સરકારી સંસ્થાનોની મુલાકાત માટે બસની અને તાલીમની વ્યવસ્થા કરવામાં આવી છે.
સમગ્ર ભારત ભરના ૨૬ જેટલા ફાયર વિભાગના ડિવિઝનલ ઓફિસરો આવી પહોંચ્યા છે, અને રિલાયન્સ, ન્યારા, જી.એસ.એફ.સી., ટી.પી.એસ. સિક્કા, ડી.સી.સી. સિમેન્ટ ફેકટરી સહિતની મેગા રિફાઇનરી ફાયર સિસ્ટમની સમીક્ષા તેમજ નિરીક્ષણ માટે ૧૦ દિવસ માટે આવી પહોંચ્યા છે.
જામનગરમાં આવેલા ફાયર ડેલિગેટસો ની વાત કરવામાં આવે તો ભારતના ઓડીસા, અરુણાચલ, મહારાષ્ટ્ર, બિહાર, પંજાબ, પોંડીચેરી અને હરિયાણા સહિતના વિવિધ રાજ્યોના ફાયર વિભાગના ૨૬ જેટલા ડિવિઝનલ ઓફિસરો આવી પહોંચ્યા છે.જે જામનગર જિલ્લાની વિવિધ રિફાઇનરી અને તેમાં રહેલી ફાયર સેફટીની અત્યાધુનિક સામગ્રીનું નિરીક્ષણ અને સમીક્ષા કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech