જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ જામનગરના પ્રાર્થના હોલમાં જામનગર તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યો એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
ત્યારબાદ બાદ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટ રાજકોટના એ.પી.પી. આર.એસ.સિંધી દ્વારા જુવેનાઈલ જસ્ટીસ એક્ટ,જુવેનાઈલ જસ્ટીસ રૂલ્સની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. તેમજ દ્વારકા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પી.એમ ખેરાળા દ્વારા પોક્સો એક્ટ ૨૦૧૨ની સમજણ આપવામાં આવી હતી. અને જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના ટોબેકો સાઈકોલોજીસ્ટ નજમાબેન હાલા દ્વારા ટોબેકો નિયંત્રણ વિષે માહિતી આપવામાં આવી હતી.
ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગરના લીગલ કમ પ્રોબેશન ઓફિસર જ્યોત્સ્નાબેન હરણ દ્વારા બાળ લગ્ન વિષે માહિતી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જામનગર રણછોડભાઈ જે. શિયાર દ્વારા સમાજ સુરક્ષા તેમજ બાળ સુરક્ષા એકમમાં ચાલતી વિવિધ યોજનાઓ તેમજ દતક વિધાન વિષે સમજ આપવામાં આવી હતી. તમામ તાલીમાર્થીઓને નશામુક્ત ભારત અભિયાન કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ તેમજ નશો નહિ કરવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવાસત્તા મંડળના સેક્રેટરી જે.પી.પરમાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડૉ.પ્રાર્થનાબેન વી.શેરશીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રણછોડભાઈ જે. શિયાર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વજુભાઈ અજુડિયા, કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહના પ્રમુખ કરશનભાઈ ડાંગર વગેરે ઉપસ્થિત રહેલ હતા. સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓએ ભાગ લીધો હતો. તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech