પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના: 7નાં મોત, 200 ઘાયલ

  • June 17, 2024 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. અહીં પાટા પર ઉભી રહેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી તેજ ગતિએ આવી રહેલી માલગાડીએ જોરદાર ટક્કર મારી હતી આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એનજેપીથી સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસ સિલિગુડી ક્રોસ કર્યા બાદ રંગપાનીર સ્ટેશન પાસે અકસ્માતનો ભોગ બની હતી. આ દુર્ઘટનામાં ટ્રેનની પાછળની ત્રણ ડબ્બાને ભારે નુકસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં સાત મુસાફરોના મોત થયા છે. રેલ્વે તરફથી મળેલી માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે પેસેન્જર ડબ્બા અને એક પાર્સલ ડબ્બાને નુકસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થઈ શકે છે. ઘટના સ્થળે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે.
આ ઘટના પર સીએમ મમતા બેનજીર્એ ટ્વીટ કર્યું છે. મમતાએ લખ્યું છે કે દાર્જિલિંગ જિલ્લાના ફણસીદેવા વિસ્તારમાં એક દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે જાણીને તે આઘાતમાં છે. જોકે વિગતોની રાહ જોવાઈ રહી છે, કંચનજંગા એક્સપ્રેસ માલસામાન ટ્રેન સાથે અથડાઈ હોવાના અહેવાલ છે. બચાવ અને તબીબી સહાય માટે ડીએમ, એસપી, ડોકટરો, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.

પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં એક ટ્રેન અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબ, અહીં એક માલગાડી કંચનજંગા એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં લગભગ 200 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ કંચનજંગા એક્સપ્રેસ સિયાલદહ તરફ જઈ રહી હતી. ત્યારે પાછળથી માલગાડીએ ટક્કર મારી. જેના કારણે પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. મળતી માહિતી મુજબ હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. રાહત અને બચાવ કાર્ય
શરૂ કરી દેવામાં આવ્યું છે.

કટિહાર ડિવિઝનના રંગપાની અને નિજબારી સ્ટેશનની વચ્ચે સ્ટેશન પર ઉભી રહેલી કંચનજંગા એક્સપ્રેસને એક માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. કંચનજંગા એક્સપ્રેસના લગભગ ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ધક્કો એટલો જોરદાર હતો કે એક ડબ્બા બીજી ડબ્બા પર ચઢી ગઈ. ઘટનાની જાણ થતાં કટિહાર રેલવે ડિવિઝનમાં ખળભળાટ મચી ગયો છે. રેલવે અધિકારીઓ કટિહાર અને એનજેપીથી આકસ્મિક રાહત ટ્રેન અને મેડિકલ વાન સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કહેવાય છે કે આ ઘટનામાં 200થી વધુ લોકો ઘાયલ થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application