રાજકોટમાં માધાપર ચોકડી બ્રિજ નીચે ટ્રેલર ફસાયું, જુઓ Video...

  • June 24, 2023 01:32 PM 

રાજકોટ શહેરના માધાપર ચોકડી બ્રિજનો વીડિયો સામે આવ્યો છે. હાલ બ્રિજ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે થોડા દિવસ પહેલા આ બ્રિજ નીચેથી વાહન પસાર થઈ રહ્યા હતા તે સમયે ટ્રેલર ફસાઈ ગયાનો બનાવ બન્યો હતો. ટ્રેલર ફસાઈ જતાં ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આશરે એક કલાક સુધી વાહનચાલકોને હેરાન થવાનો વારો આવ્યો હતો. 


સોશિયલ મીડિયામાં માધાપર બ્રીજનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. છ-સાત દિવસ પહેલા બનેલા બનાવને કોઈ વ્યક્તિ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી છે. મહત્વનું છે કે, માધાપર બ્રિજ નીચે આ રીતે મોટા વાહન ફસાઈ રહ્યા છે. જેને લઇને ભારે પરેશાની વેઠવાનો પણ વારો આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application