જામનગર શહેરમાં કરૂણ ઘટના: 30 વર્ષના પુત્રનું હાર્ટએટેકથી નિધન બાદ માતાનું હ્યદય પણ બેસી ગયું

  • September 18, 2023 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થોડીવારમાં જ હું તારી પાસે આવું છું, કહી પુત્રને સાથે માતાએ પણ અનંતની વાટ પકડી: મહાલક્ષ્મી ચોકમાં વૈદ્ય નાગજી દેવજી પેઢીમાં 30 રાજ અજીતભાઇ વલેરાને દુકાનમાં જ કાર્ડીયાકએરેસ્ટ આવ્યા બાદ સ્મશાન યાત્રા નીકળ્યા બાદ થોડીવારમાં માતા ધીરજબેનનું પણ હ્યદયરોગથી મૃત્યુ થતાં શોકનું મોજું ફરી વળ્યું


કુદરત ક્યારેક ક્યારેક કુટુંબ ઉપર એવા કારમા ઘા ઝીકે છે કે, તેની કળ વળતા વર્ષો વીતી જાય છે, જામનગરમાં મહાલક્ષ્મીના ચોકમાં શનિવારે બપોરે 30 વર્ષના વૈદ્ય રાજ અજીતભાઇ વલેરા બેઠા હતા અને એકાએક તેમને કાર્ડીયાકએરેસ્ટ આવતા તેને તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયા હતા, પરંતુ કુદરતે કંઇક અલગ વિચાર્યું હશે અને ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો, આ આઘાતની કળ વળી ન હતી અને માતાએ કલ્પાંત કર્યું હતું, તે કોઇથી જોઇ શકાતું ન હતું, પરંતુ રાત્રે 9 વાગ્યે પુત્રની સ્મશાન યાત્રા નીકળી, પરંતુ તેના બે કલાક પહેલા માતાની પણ તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં લઇ જવાયા હતા, ત્યાં ડોકટરોએ સઘન સારવાર આપી હતી, પરંતુ હાર્ટએટેકનો જોરદાર હુમલો તેની 65 વર્ષની માતા ધીરજબેન અજીતભાઇ વલેરાને પણ ડોકટરોએ સઘન સારવાર આપી, પરંતુ આખરે કુદરત પાસ તેની કારી ન ફાવી અને માતાનું પણ મોત થયું, આમ પુત્રની ચિતા ઠરે તે પહેલા જ માતાએ પણ અનંતની વાટ પકડી લીધી હતી.


આ કરૂણ બનાવની વિગત એવી છે કે શહેરમાં મહાલક્ષ્મી ચોકમાં છેલ્લી ત્રણ પેઢીથી વૈદ્યનો ધંધો ધરાવતા વૈદ્ય નાગજી દેવજીના વલેરા પરિવારના અને શહેરના પુલ ટેબલના ચેમ્પીયન ખેલાડી ગણાતા 30 વર્ષના રાજ અજીતભાઇ વલેરા શનિવારે બપોરે તેના રાબેતા નિત્યક્રમ મુજબ ઘેર ન પહોંચતા તેની તપાસ કરવામાં આવી હતી, તેનો ફોન પણ નોરીપ્લાય થયો હતો, આખરે તેની માતા ધીરજબેન અને ભાભુ અનુપમાબેન તેને શોધતા શોધતા સાંજે 4.30 વાગ્યે દુકાને પહોંચ્યા હતા, જ્યાં રાજ દુકાનમાં છાપા પાથરીને સૂતો જોવા મળ્યો હતો.


રાજે જવાબ ન દેતા તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં લઇ જવાયા હતા અને ત્યાં ડોકટરોએ તેનો કાર્ડીયાકએરેસ્ટના કારણે મોત જાહેર થયું હતું, થોડીવાર હોસ્પિટલમાં માતાએ કણ કલ્પાંત કર્યું હતું અને ત્યારબાદ તેમને ઘેર લઇ જવા આવ્યા હતા, પુત્રની અંતિમ યાત્રા નીકળે તે પહેલા જ ધીરજબેનને આઘાતમાં છાતીમાં વધુ દુ:ખાવો થતાં તેમને પણ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોએ સઘન સારવાર કરી હતી અને ત્યારબાદ ફરજ પરના ડોકટરોએ ધીરજબેનને મૃત જાહેર કયર્િ હતા, એક તરફ રાજની સ્મશાન યાત્રા નીકળી હતી, બીજી તરફ થોડીવારમાં માતા ધીરજબેનએ પણ અનંતની વાટ પકડી લીધી હતી, આમ માતા-પુત્રએ ઘરમાં એકી સાથે વિદાય લેતા ઘર ખાલી થઇ ગયું હતું, રવિવારે સવારે માતાની પણ સ્મશાન યાત્રા નીકળી હતી.


વિધિની ક ણતા તો એ છે કે જ્યારે પુત્રનું બોડી પરિવારને મળ્યું ત્યારે રાજના માસીના દિકરા જય છાંટબારને માતા ધીરજબેને એટલે કે માસીએ એકાએક કહ્યું હતું કે, મારી પણ વિદાય નિશ્ર્ચિત છે અને અમારા બેની વિધિ તારે જ કરવાની છે, રાજને કોરોના કાળમાં કોરોના પણ થયો ન હતો, પોતે વૈદ્ય હોય ઉકાળાનું સતત સેવન કર્યું હતું અને વેકસીન પણ લીધી ન હતી, માતા આવું બોલ્યા ત્યારે તેમને આવું ન કહેવા સાંત્વના આપી હતી, પરંતુ એ શબ્દો જે કહ્યા તેવું જ થયું અને થોડીવારમાં ધીરજબેનનું પણ મોત થયું, આમ મહાલક્ષ્મી ચોકમાં વેપારીઓમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે, શનિવારે રાત્રે પુત્રની અને રવિવારે માતાની અંતિમ વિધિ કરવામાં આવી હતી. આમ ફરીથી શહેરમાં માતા-પુત્રનું હ્યદયરોગથી મૃત્યુ થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application