જ્યુબેલી પુલ નજીક ચોકડી પર ટ્રક હડફેટે મહિલાનું નિપજ્યુ કરૂણ મોત

  • September 19, 2024 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના જ્યુબેલીપુલ નજીક ચોકડી પર બેફામ ટ્રક ચલાવતા શખ્શે રોડ ક્રોસ કરી રહેલ મહિલાને કચડી નાખતા તેમનું મોત નિપજ્યુ છે. અહીં અનેક અકસ્માત સર્જાયા હોવા છતાં પોરબંદર નગરપાલિકાનું તંત્ર સર્કલ બનાવવા માટે ગંભીર બન્યુ નથી તેથી લોકઆક્રોશ વધવા પામ્યો છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ કોટડા તથા હાલ ખાપટના રવિપાર્ક વિસ્તારમાં રહેત હાજાભાઇ કડછાના પત્ની રમાબેન ઉ.વ. ૪૭ પૂનમ હોવાથી દ્વારકા દર્શનાર્થે ગયા હતા અને બપોરે જ્યુબેલીના પુલ પાસે ચોકડી પર  રોડ ક્રોસ કરી રહયા હતા ત્યારે ફૂલ સ્પીડે ટ્રક ચલાવનાર શખ્શે રમાબેનને કચડી નાખતા ઘટનાસ્થળ ઉપર જ તેમનુ મોત નિપજ્યુ હતુ. હાજાભાઇએ ઉદ્યોગનગર પોલીસમથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યુ છે કે રાણાવાવ રહેતા ટ્રકચાલક રમેશ મસરી ઓડેદરાએ પોતાના કબ્જાવાળો ટ્રક પૂર ઝડપે ગફલતભરી રીતે બેદરકારીથી માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવ્યો હોવાથી  તેની સામે ફરિયાદ દાખલ થતા આગળની તપાસ ઉદ્યોગનગર પોલીસ ચલાવી રહી છે.મહત્વની બાબત એ છે કે આ ચોકડી ઉપર અનેક અકસ્માતો સર્જાયા છે અને અસંખ્ય માનવજિંદગીઓ મોતને ભેટી ચૂકી છે. નગરપાલિકાના તંત્રએ અનેક વખત તેમના બજેટ ઉપર આ ચોકડી ઉપર સર્કલ મૂકવામાં આવશે અને તેમાં ઝાંસીની રાણીની પ્રતિમા મૂકવામાં આવશે પરંતુ કોઇજ કાર્યવાહી હજૂ સુધી થઇ નથી તેથી અકસ્માતો પર બ્રેક લાવવા અહીં સ્પીડબ્રેકર મૂકવા જ‚રી બની ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application