સીસી કેમેરામાં બુકાનીધારી બે શખ્સ કેદ : જાણભેદુ હોવાની આશંકા
કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં દુકાનમાં બાકોરુ પાડીને અંદર ત્રાટકેલા તસ્કરો ૪૦ હજારની રોકડ અને તમાકુ, ગુઢકાના ડબલા-પેકેટ, ચાંદીના સિકકા મળી કુલ ૮૪૭૦૦નો મુદામાલ ચોરી કરી ગયા છે, સીસી કેમેરામાં મોઢે કપડુ વિંટેલા બે શખ્સ કેદ થયા છે જેથી આ દિશામાં ગ્રામ્ય પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે, કોઇ જાણભેદુ હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે.
કાલાવડ તાલુકાના ભગત ખિજડીયા ગામના વતની અને હાલ નિકાવા ગામ રાજડા રોડ ખાતે રહેતા પાન-બીડીની સેલ્સ એજન્સીવાળા સુધીર રમેશભાઇ ફળદુએ ગઇકાલે ગ્રામ્ય પોલીસમાં બે અજાણ્યા ઇસમ સામે ચોરીની ફરીયાદ નોંધાવી છે.
સુધીરભાઇની નિકાવા ગામે માટેલ સેલ્સ એજન્સીની દુકાનમાં તા. ૫ રાત્રીના ૩-૩૦ થી ૪ વચ્ચેના સુમારે દુકાનની બાજુની દિવાલના ઉપરના ભાગે બાકોરુ પાડી બે અજાણ્યા ઇસમો ત્રાટકયા હતા, દુકાનના થડામાંથી વેપારના રોકડા ૪૦ હજાર તેમજ બીજા ખાનામાંથી વિમલ ગુઢકાના કાર્ટુન સાથે આવતા ચાંદીના આશરે ૫૦ સિકકા તેમજ બાગબાન તમાકુના ૨૦૦ ગ્રામના ૧૨ ડબલા તથા ૫૦૦ ગ્રામના ૩ ડબલા તેમજ તમાકુના ૩૦ પાઉચ, સિગારેના ૫ પેકેટ, વિમલના ૨ પેકેટ મળી કુલ ૮૪૭૦૦નો માલ સામાન ચોરી કરી ગયા હતા.
દરમ્યાન વેપારીને આ અંગે જાણ થતા પોલીસનો સંપર્ક કર્યો હતો, આથી ગ્રામ્ય પોલીસની ટુકડી દ્વારા સ્થળ પર દોડી આવી તપાસ કરી હતી, દુકાનમાં લાગેલા સીસી કેમેરામાં ચોરી કરતા મોઢે કપડુ વિંટેલા બે ઇસમો જોવા મળ્યા હતા આથી આ ફુટેજના આધારે પોલીસે તપાસ આગળ વધારી છે. કોઇ જાણભેદુનો હાથ હોવાની પણ આશંકા દર્શાવવામાં આવી રહી છે.
***
જામનગર-દરેડમાંથી વધુ બે મોબાઇલની ઉઠાંતરી
જામનગર પંથકમાં મોબાઇલ ચોરીની ફરીયાદી યથાવત રહી છે, વધુ બે મોબાઇલની ઉઠાંતરી થયાનું પોલીસ ચોપડે જાહેર થયું છે.
જામનગરના દરેડ ગ્રીનઝોન પ્લોટ નં. ૧૩૨ ખાતે રહેતા છોટુકુમાર રાજકિશોરસિંગ નામના યુવાનનો ૧૮૫૦૦ની કિંમતનો મોબાઇલ ગત તા. ૨ના રોજ દરેડ જીઆઇડીસી ફેસ-૨ ગુજરીબજારમાથી કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરીને લઇ ગયો છે.
આ ઉપરાંત જામનગરના રામેશ્ર્વરનગરમાં રહેતા વેપારી નિકુંજ જમનાદાસ ભાલોડીયાનો ૩૦ હજારની કિંમતનો મોબાઇલ ફોન સ્વેટરના ખિસ્સામાં રાખ્યો હતો દરમ્યાન ગત તા. ૪-૧-૨૪ સવારના સુમારે એસટી બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ નં. ૬ પરથી કોઇ અજાણ્યો શખ્સ શેરવી ગયો હતો આ બંને ફોન ચોરી અંગે પોલીસમાં ફરીયાદ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech