પાડોશમાં પોલીસ કોન્સ્ટેબલ, નાના કર્મચારી રહેતા હોય તો પણ આસપાસના રહેવાસીઓને તસ્કરો કે લુખ્ખાઓ અહીં ફરકશે નહીં તેવો એક વિશ્ર્વાસ કે અહેસાસ હોય છે. જયારે રાજકોટમાં તો હવે તસ્કરો પણ બેખૌફ બન્યા કે માથું ઉંચકયુ હોય એ રીતે રેસકોર્સ રોડ પર આઈપીએસ ઓફિસર્સના બંગલો સામે જ સરકારી કવાર્ટરમાં ચોરી કરીને જાણે પડકાર ફેંકયો હોય. પ્ર.નગર પોલીસ અરજી નોંધીને છાનાખૂણે તસ્કરોને શોધવા દોડધામ કરી હતી.
રેસકોર્સ રિંગરોડને જોડતી શ્રોફ રોડ પરની શેરી કે જયાં એડિશનલ પોલીસ કમિશનર, અન્ય આઈપીએસના બંગલો સરકારી નિવાસ આવેલા છે. તેની સામે જ આવેલા પ્રિન્સિપાલની કચેરી આવાસ કવાર્ટરમાં સાહ પૂર્વે તસ્કરો ખાબકયા મહિલા કર્મચારીના બધં કવાર્ટરમાં ઘૂસ્યા હતા. અંદર કબાટમાં સામાન વેરવિખેર કરી નાખ્યો, રૂમમાં પણ વસ્તુઓ ફીંદી નાખી હતી. પાડોશી મારફતે બહારગામ ગયેલા સરકારી કર્મચારી દંપતીને પોતાના આવાસમાં ચોરી થયાની જાણ થતાં રાજકોટ દોડી આવ્યા હતા.
ઘરમાં તપાસ કરતા લેપટોપ, સોનાના ઘરેણા કે આવી વસ્તુઓ તેમજ નાની બાળકીના જીયાણામાં આવેલી ચીજવસ્તુઓ પણ ગાયબ હતી. ચોરી થયા સંદર્ભે દંપતી પ્ર.નગર પોલીસ મથકે દોડી ગયું હતું. જયાં આરોગ્ય વિભાગના મહિલા કર્મચારીએ પોતાના આવાસમાં ચોરી થયા અંગે ગત તા.૮ના રોજ ફરિયાદરૂપે અરજી આપી હતી. જયા ઉચ્ચ પોલીસ અધિકારીઓના સરકારી નિવાસ છે અને તેમના બંગલો પર તો પોલીસ બંદોબસ્ત પણ રહેતો હોય છે. આવા અતિ સુરક્ષિત વિસ્તારમાં આવેલા કવાર્ટરમાં ચોરી થાય તે પણ કદાચ તપાસનીસ પ્ર.નગર પોલીસ માટે પણ અચંબો પમાડનાર હશે. ગત તા.૮ના રોજ અપાયેલી ઘરફોડીની અરજીમાં પોલીસ કદાચ અત્યારે સીસીટીવી ચકાસીને જો છૂપી રીતે ચોર પકડાય જાય તો ફરિયાદ લેવી નહીં, ડાયરેકટર ડિટેકશન થઈ શકે. ફરિયાદીને તેમની વસ્તુઓ પરત અપાવી શકાય એવા આશયે અત્યારે અરજી નોંધીને તપાસ થતી હશે. કાંતો ફરિયાદી દ્રારાજ ફરિયાદીના બદલે અરજી અપાઈ હશે. જે હોય તે પરંતુ આઈપીએસ ઓફિસરના બંગલો સામે જ ચોરીની ઘટના કરે તો તસ્કરોની ગજબ હિંમત કહેવાય, કાંતો ચોરીમાં કોઈ જાણભેદુ હોય તો આટલી હિંમત કરી શકે. શું છે એ તો ભેદ ઉકેલાય તો બહાર આવી શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : HMPV વાયરસના પગલે જામનગરમાં તાકીદની બેઠક
January 06, 2025 07:49 PMક્રેડીટ બુલ્સ ઈનવેસ્ટમેન્ટના 23 કરોડના કૌભાંડના આરોપીને જામનગર પોલીસે નેપાળ બોર્ડર પરથી પકડી લીધો
January 06, 2025 06:39 PMકાલાવડ તાલુકાના કાલમેઘડા ગામ ખાતે માઇનોર બ્રિજનું ખાતમુહૂર્ત
January 06, 2025 06:20 PMકાલાવડના યુવકને મરી જવા માટે મજબૂર કર્યાની નોંધાઈ ફરિયાદ
January 06, 2025 06:14 PMઅરવિંદ કેજરીવાલનો દાવો, 'CBI આગામી દિવસોમાં મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડશે'
January 06, 2025 06:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech