ત્રણ મકાનમાંથી રોકડ, દાગીના સહિતનો મુદ્દામાલ ચોરાયો
ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં તસ્કરોએ સપ્તાહ પૂર્વે જુદા જુદા ત્રણ સ્થળોએ ઘરફોડી કરીને રોકડ રકમ તેમજ સોનાના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળશે વિગત મુજબ મીઠાપુર નજીકના આરંભડા વિસ્તારના મૂળ રહીશ અને હાલ ટાટા ટાઉનશિપમાં રહેતા અકબરભાઈ દાઉદભાઈ ભીખલાણી નામના ૩૭ વર્ષના યુવાનના રહેણાંક મકાનમાં ગત તારીખ ૩૧ ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે તસ્કરોએ અનધિકૃત રીતે પ્રવેશ કરી, અને તેમના ઘરમાં રાખવામાં આવેલા આવેલી સોનાની ૩ ગ્રામ વજનની બુટી, ૧.૪ ગ્રામ વજનની સોનાની વીંટી ઉપરાંત રૂપિયા ૪,૦૦૦ રોકડા મળી કુલ રૂપિયા ૧૮,૯૫૦ નો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં તેમણે જાહેર કર્યું છે.
આ ઉપરાંત આ જ વિસ્તારમાં ગોલ્ડન જ્યુબેલી ક્વાર્ટર નંબર ૬૧ માં રહેતા અન્ય એક સાહેદ વિષ્ણુભાઈ ઉકાભાઈ નકુમના રહેણાંક મકાનના દરવાજાના તાળા તોડી અને તસ્કરોએ આ સ્થળેથી રૂપિયા દસ હજાર રોકડા તેમજ આ જ વિસ્તારમાં રહેતા અન્ય એક આસામી રવિભાઈ ગોપાલભાઈ રાઠોડના રૂમ નંબર ૭૧ વાળા મકાનમાંથી રૂપિયા ૩,૦૦૦ રોકડા ચોરી કરીને લઈ ગયા હોવાનું પણ આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આમ, થર્ટી ફર્સ્ટના રાત્રિના સમયે તસ્કરોએ મીઠાપુરમાં ત્રણ સ્થળોએ કરેલી ચોરીમાં કુલ રૂ. ૩૧,૯૫૦ નો મુદ્દામાલ ચોરાયો હોવાનું ખુલવા પામ્યું છે. ગઈકાલે પોલીસ ચોપડે નોંધાયેલા આ પ્રકરણ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૮૦ તથા ૪૫૭ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. આર.એચ. સુવા દ્વારા હાથ ધરવામાં આવી છે.
***
કલ્યાણપુરમાં મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો
કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીનો ગુનો નોંધાયો હતો આથી કલ્યાણપુરના થાણા અધિકારી યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ ભાટીયા ઓપીના પીએસઆઇ કે.એમ. જાડેજા તપાસ ચલાવતા હતા દરમ્યાન ટેકનીકલ મદદથી ગુનો શોધી કાઢયો છે, દ્વારકાધીશ સોસાયટી ભાટીયાના અને મુળ વીરપર ગામના કાર્તીક દેવાણંદ ચાવડાને ૧૫ હજારની કિંમતના મોબાઇલ સાથે દબોચી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech