ગિરનાર તળેટીમાં પાઈપલાઈનના કામને કારણે તા.૩ સુધી વાહન વ્યવહાર નિયંત્રણ

  • December 27, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જુનાગઢ મહાનગરપાલિકા દ્રારા પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીના કારણે એક બાદ એક રસ્તા તોડવામાં આવી રહ્યા છે. શહેરમાં રસ્તામાં ભાંગફોડ બાદ તળેટી વિસ્તારમાં પણ કામગીરી થઈ રહી છે. હાલ વર્ષના અંતિમ સાહ ના કારણે હજારો લોકો પર્યટન ધામ ખાતે ફરવા આવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્રારા ભવનાથ વિસ્તારમાં વોટર ઝોન–૭ માં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીના કારણે ગિરનાર સીડી થી મંગલનાથ બાપુના આશ્રમ સુધીનો રસ્તો તોડવામાં આવ્યો છે યાં પાણીની લાઈન નાખવામાં આવી રહી છે. જેથી તત્રં દ્રારા આજથી ૩ જાન્યુઆરી સુધી મંગલનાથ બાપુ આશ્રમથી ગિરનાર સીડી સુધીના રસ્તે તમામ પ્રકારના વાહનોની અવર–જવર પર પ્રતિબધં લગાવવામાં આવ્યો છે.ત્રણ જાન્યુઆરી સુધી માત્ર પગપાળા જ જઈ શકાશે. અત્રે ઉલ્લ ેખનીય છે કે નાતાલ પર્વ અંતર્ગત ભવનાથ તળેટી અને ગિરનાર ચડવા મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. રોપવેમાં પણ પ્રવાસીઓનો ઘસારો રહે છે. પ્રવાસીઓની સંખ્યા વધુ હોય તેવા દિવસોમાં જ મહાનગરપાલિકા દ્રારા ભવનાથ તળેટીમાં મંગલનાથ બાપુ આશ્રમ પાસેથી વાહનોની અવર–જવર પર પ્રતિબધં લગાવતા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ખાસ કરીને ગિરનાર રોપવે સાઈડ પાસે જ વાહનોનું પાકિગ થતું હતું જે વાહનો તળેટી વિસ્તારમાં રાખવા પડશે. ભવનાથ તળેટીમાં પાકિગની પણ કોઈ ખાસ મોટી વ્યવસ્થા નથી જેથી પ્રવાસીઓને વાહન પાકિગની પણ સમસ્યાનો સામનો કરવો પડશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application