ટ્રાફિક પોલીસ દ્વારા 100થી વધુ વાહનોમાંથી ડાર્ક ફિલ્મ દૂર

  • March 28, 2024 12:59 PM 

જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા ટ્રાફિક શાખાના પીઆઇ એમ.બી. ગજજરના માર્ગદર્શન મુજબ ખંભાળીયા ટી સર્કલ પાસે જુદી જુદી ટીમો બનાવીને ખાસ કરીને બ્લેક ફીલ્મ (કાળા કાંચ) લગાવેલ વાહનોને રોકીને આ બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી દરમ્યાનમાં 100થી વધુ ફોરવ્હીલના કાળા કાંચ ઉતારવામાં આવ્યા હતા, બ્લેક ફીલ્મો દૂર કરીને આ અંગે કેસ કરવામાં આવ્યા હતા તેમજ ટ્રાફિક નિયમનની કામગીરી કરીને પિયુષી, રોન્ગસાઇડ, ડ્રાઇવીંગ લાયસન્સ વીના, મોબાઇલથી વાત, નંબર પ્લેટ વગર જેવા કેસો પણ કરાયા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા વધુમાં વધુ કેસો કરી કુલ સમાધાન શુલ્ક દંડ 1.00.400 વસુલ કરાયો હતો. ટ્રાફિક શાખા દ્વારા અગાઉ પણ ડાર્ક ફીલ્મો દુર કરાઇ હતી અને આ ઝુંબેશ અવીરત ચાલુ રાખવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application