દેશમાં ટ્રાફિક વ્યવસ્થા સુચા રીતે ચાલે તે માટે, પરિવહન વિભાગ અને ટ્રાફિક પોલીસ સતત નવા નિયમો અને કાયદાઓ લાગુ કરી રહ્યા છે. લોકો ટ્રાફિક નિયમોનો ભગં ન કરે તે માટે ટ્રાફિક દંડમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરના એક અહેવાલમાં ખુલાસો થયો છે કે દેશભરમાં લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને કાયદાનો અનાદર કરે છે.
કાર્સ–૨૪ ના તાજેતરના સર્વેક્ષણ અહેવાલ મુજબ, ગયા વર્ષે ૨૦૨૪ માં દેશભરમાં ટ્રાફિક ઉલ્લંઘન દંડની રકમ ઘણા નાના દેશોના જીડીપી કરતાં વધી ગઈ હતી. આ અહેવાલ મુજબ, ગયા વર્ષે દેશભરમાં લગભગ ૮ કરોડ ટ્રાફિક ચલણ જારી કરવામાં આવ્યા હતા, જેનો કુલ દડં લગભગ ૧૨,૦૦૦ કરોડ પિયા હતો. આનો અર્થ એ થયો કે રસ્તા પર ચાલતા લગભગ દરેક બીજા વાહનને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ઓછામાં ઓછો એક વાર દડં ફટકારવામાં આવ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આટલી મોટી દંડની રકમમાંથી આશરે ૯,૦૦૦ કરોડ પિયા હજુ બાકી છે.
આ અહેવાલ મુજબ, ૧૪૦ કરોડ લોકોની વસ્તી ધરાવતા આ દેશમાં, આશરે ૧૧ કરોડ લોકો પાસે કાર છે. આવી સ્થિતિમાં, વસ્તીનો ખૂબ જ નાનો ભાગ આટલી મોટી બાકી રકમ માટે જવાબદાર છે. આ રિપોર્ટ સ્પષ્ટ્રપણે દર્શાવે છે કે ડ્રાઇવરો રસ્તા પર કેટલી જવાબદારીપૂર્વક વાહન ચલાવે છે.
આ રિપોર્ટ સમજાવે છે કે, ભારતમાં ડ્રાઇવરો માર્ગ સલામતી અને ચલણ વિશે શું વિચારે છે? આ માટે, આ સર્વેમાં ૧,૦૦૦ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.
૪૩.૯% લોકો કહે છે કે તેઓ ટ્રાફિક પોલીસની હાજરીમાં જ નિયમોનું પાલન કરે છે. ૩૧.૨% લોકોએ કહ્યું કે તેઓ કયારેક તેમના ડ્રાઇવિંગમાં ફેરફાર કરતા પહેલા પોલીસની હાજરી તપાસે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech