રોડ સેફટી મંથ: ટ્રાફિક શાખાએ એક માસમાં ૩૪,૫૧૨ કેસ કરી ૧.૧૦ કરોડનો દંડ વસુલ્યો

  • February 07, 2025 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ટ્રાફિક પોલીસે રોડ સેફટી મથં અંતર્ગત જાન્યુઆરી માસમાં કુલ ૩૪,૫૧૨ કેસ કરી ૧.૧૦ કરોડનો દડં વસુલ્યો હતો.જેમાં સૌથીવધુ કેસ ત્રીપલ સવારી બાઇક ચલાવવાના ૧૧૩૬૭ કેસ છે.આ ઉપરાંત ચાલુ વાહને મોબાઇલ પર વાત કરનાર ૫૧૬ વાહનચાલકો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.સાથોસાથ ૬૦૨ વાહન ડીટેઇન કરવામાં આવ્યા હતાં.
ભારત સરકારના વાહન વ્યવહાર અને હાઈવેઝ મંત્રાલય, નવી દિલ્હી દ્રારા માર્ગ સલામતિ અંગે જાગૃતિ લાવવા માટે સમગ્ર દેશમાં રોડ સેટી વીક– મંથની ઉજવણી કરવામા આવે છે. જે અન્વયે નેશનલ રોડ સેફટી મંથ–૨૦૨૫ ની ઉજવણી ૧લી જાન્યુઆરીથી ૩૧મી જાન્યુઆરી સુધી કરવામાં આવી છે. જે અંતર્ગત શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ અને એસીપી જે.બી.ગઢવી અને ટ્રાફિક શાખાના અધિકારી– કર્મચારીઓ દ્રારા રોડ સેફટી મથં દરમિયાન શહેરી વિસ્તારના લોકો માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોનું વધુમાં વધુ પાલન કરે તે માટે માસ દરમિયાન શહેરી વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લધનં કરતા વાહન ચાલકો સામે કાયદાની જોગવાઇ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં ટ્રાફિક પોલીસે બ્લેક ફિલ્મના ૭૨૯ કેસ કરી ૩,૬૪,૫૦૦ નો દડં વસૂલ્યો છે ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરનાર ૫૧૬ વાહન ચાલકો પાસેથી . ૨,૫૮,૦૦૦ નો દડં વસૂલાયો છે. ઓવર સ્પીડના ૨૨૪૨ કેસ, ત્રણ સવારી વાહન ચલાવવાના ૧૧,૩૬૭ કેસ, ટ્રાફિક અડચણપ વાહન મૂકવાના ૩૩૪૮, સુશોભિત નંબર પ્લેટના ૩,૬૬૦ એર હોર્નના ૧૮૨, હેલ્મેટ વગર વાહન ચલાવવાના ૨૨૩૨, સીટ બેલ્ટના ૨૫૯૩, જરી કાગળો સાથે ન રાખવાના ૨૬૮૭, નંબર પ્લેટ વગર વાહન ચલાવવાના ૨૨૦૩ તથા અન્ય કેસો ૨૭૫૩ મળી ટ્રાફિક શાખાએ એક માસ દરમિયાન કુલ ૩૪,૫૧૨ કેસ કરી એક ૧,૧૦,૮૭,૮૦૦ નો દડં વસૂલ્યો છે. આ સાથે પોલીસે ૬૯૨ વાહન ડિટેઇન પણ કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application